- દેશ વિદેશમાં પણ મોટી સંખ્યામાં છે ફેન્સ
- બટલરના વીડિયો પર ફેન્સ કરી રહ્યા છે કમેન્ટ્સ
- આજે ચેપોક સ્ટેડિયમમાં ફરી ફેન્સનો ક્રેઝ મળશે જોવા
મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના સૌથી જાણીતા ક્રિકેટર્સમાં થાય છે. આ ખેલાડીની દીવાનગી ફેન્સના જોશમાં જોવા મળે છે. માહીના ચાહનારા ભારતમાં જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં છે. ખાસ ક્રિકેટરની ઝલક માટે ફેન્સ આતુર રહે છે. સોશિયલ મીડિયા પર હાલમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનનો ભાગ બનેલા જોસ બટલરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોસ બટલર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેના ક્રેઝ પર વાત કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
વીડિયોમાં જોસ બટલર કહી રહ્યા છે કે મહેન્દ્ર સિંહ ધોનીનું ફેન ફોલોઈંગ ગજબ છે. આ ખેલાડીને માટે સમ્માનની વાત છે. માહીની એક ઝલક માટે ફેન્સ આતુર રહે છે. સોશિયલ મીડિયામાં બટલરનો આ વીડિયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યૂઝર્સ સતત કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આજે રાજસ્થાન રોયલ્સની સામે મેદાન પર જોવા મળશે માહી
આજે ધોની ફરી મેદાન પર જોવા મળશે. ચેન્નાઈ સુપર કિંગ્સની સામે રાજસ્થાન રોયલ્સની ચેલેન્જ રહેશે. બંને ટીમો ભારતીય સમયાનુસાર બપોરે 3.30 વાગે ચેપોકમાં સામસામે આવશે. આ સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. ગાયકવાડની અધ્યક્ષતામાં ચેન્નાઈ સુપર કિંગ્સે 12 મેચમાં 12 પોઈન્ટ્સ મેળવ્યા છે તો રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. રાજસ્થાન રોયલ્સની 11 મેચમાં 16 પોઈન્ટ્સ છે. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સને માટે મેચ ખાસ છે. રાજસ્થાનને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પોતાની દાવેદારી મજબૂત કરશે.