• RCB હારી જશે તો તેઓ પણ બહાર થઈ જશે
  • દિલ્હી કેપિટલ્સની ટીમ હાર છતાં રેસમાં રહેશે
  • પ્લેઓફની રેસમાં રહેવા માટેની મહત્ત્વની મેચ

IPL 2024ની 62મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિઝનમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ રેસમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે આ મેચમાં જો RCB હારી જશે તો તેઓ પણ બહાર થઈ જશે, જોકે દિલ્હી કેપિટલ્સની ટીમ હાર છતાં રેસમાં રહેશે, પરંતુ તેમના માટે આ મેચમાં પ્લેઓફ્સ સુધી પહોંચવાનો માર્ગ ચોક્કસપણે મુશ્કેલ હશે. આ મેચમાં અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે જ્યારે RCBની કમાન ફાફ ડુ પ્લેસિસ સંભાળશે.

રિષભ પંત વિના મેચ

આ મહત્વપૂર્ણ મેચમાં દિલ્હીને મોટો ઝટકો લાગ્યો છે. ધીમી ઓવર રેટના કારણે તેમના કેપ્ટન ઋષભ પંત પર આ મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંતનું બહાર થવું દિલ્હી માટે મોટો ફટકો છે કારણ કે તે સારા રન બનાવી રહ્યો હતો. હવે RCB ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર આનો ફાયદો ઉઠાવીને દિલ્હીને હરાવવા માંગશે. આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

RCB vs DC IPL હેડ ટુ હેડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ બંને એક વખત પણ IPL ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. જો આઈપીએલ ઈતિહાસમાં એકબીજા સામે બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો આરસીબી અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચ રમાઈ છે, જેમાંથી બેંગલુરુની ટીમ 18 વખત જીતવામાં સફળ રહી છે. જ્યારે દિલ્હીની ટીમ 11 મેચ જીતવામાં સફળ રહી છે. આ સિવાય એક મેચ રદ્દ કરવામાં આવી હતી. દિલ્હી સામે આઈપીએલમાં આરસીબીનો સર્વોચ્ચ સ્કોર 215 રન છે, જ્યારે દિલ્હીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં આરસીબી સામે સૌથી વધુ 196 રન બનાવ્યા છે.

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પીચ રિપોર્ટ

જો બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો અહીં બેટ્સમેનોનો દબદબો જોવા મળે છે. આવી સ્થિતિમાં આ મેચ હાઈ સ્કોરિંગ મેચ પણ બની શકે છે. બંને ટીમો પાસે વિસ્ફોટક ખેલાડીઓ છે, જેમણે આ સિઝનમાં અત્યાર સુધી બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જો કે, આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં RCBના બોલરોએ ગુજરાતને 150થી ઓછા રન સુધી રોકી રાખ્યું હતું, ત્યારબાદ ટોસ જીતનારી ટીમ આ મેચમાં બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે જેથી લક્ષ્યનો સરળતાથી પીછો કરી શકાય.

RCB vs DC ની સંભવિત પ્લેઈંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, મહિપાલ લોમરોર, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, લોકી ફર્ગ્યુસન.

દિલ્હી કેપિટલ્સ

જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ગુલબદિન નાયબ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.

  • Follow us on: