- પંજાબ કિંગ્સ શનિવારે પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે
- KKR Vs SRH 25 વખત આમને સામને આવી ચૂકી છે
- 25માંથી 16 વખત કોલકત્તાની ટીમ જીતી છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ના બીજા દિવસે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ બમણો થવા જઈ રહ્યો છે. IPL 2024માં શનિવારે ડબલ હેડર મેચો રમાશે. પંજાબ કિંગ્સ શનિવારે પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ સિવાય બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મુકાબલો કોલકાતાના ઈડન ગાર્ડન મેદાનમાં થશે. IPL 2024ની આ ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે.
હેડ ટુ હેડ આંકડા
જો આપણે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે હેડ ટુ હેડ આંકડા વિશે વાત કરીએ તો KKRનો હાથ ઉપર છે. IPLના ઈતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો 25 વખત સામસામે આવી ચુકી છે. આ સમયગાળા દરમિયાન કોલકાતાએ જીત મેળવી છે. કોલકાતાએ 25માંથી 16 મેચ જીતી છે. આ ઉપરાંત હૈદરાબાદે 9 મેચમાં વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં હૈદરાબાદની ટીમ આજે જીત માટેના તમામ શક્ય પ્રયાસ કરશે. પરંતુ આંકડાના આધારે કોલકત્તાની જીત નક્કી જોવા મળી રહી છે.
છેલ્લી સિઝનમાં પ્રદર્શન
આઈપીએલ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના પ્રદર્શનની વાત કરીએ તો બંને ટીમો બે વખત ટકરાઈ હતી. 16મી સિઝનની 19મી મેચમાં હૈદરાબાદે કોલકાતાને 23 રને હરાવ્યું હતું. કોલકાતાએ ગત સિઝનની 47 મેચમાં હારનો બદલો લીધો અને હૈદરાબાદને 5 રને હરાવ્યું.
આવી હોઈ શકે છે બંને ટીમોની પ્લેઈંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સની 11 પ્લેઈંગ
વેંકટેશ ઐયર, ફિલ સોલ્ટ, નીતિશ રાણા, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા. ઈમ્પેક્ટ પ્લેયર- મનીષ પાંડે.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ-11
મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, એડન માર્કરામ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, પેટ કમિન્સ (કેપ્ટન), ઉમરાન મલિક, મયંક માર્કન્ડે. ઈમ્પેક્ટ પ્લેયર- રાહુલ ત્રિપાઠી.