• જનપથ-ટીથી મોટેરા સ્ડેટિયમ મુખ્ય ગેટનો રસ્તો બંધ
  • તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી રસ્તો ચાલુ રહેશે
  • 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ મેચ રમાવાની છે

IPL-2024 ની શરૂઆત થઈ છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી દિવસોમાં મેચ રમાવવાની છે ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની જનતાના માટે ટ્રાફિક સંબંધિત જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જનપથ-ટીથી મોટેરા સ્ડેટિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડન્સી થઈ મોટેરા સુધીનો જતો આવતો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

નોંધનીય છેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ મેચ રમાવાની છે. આ મેચને લઈને તકેદારીના ભાગરૂપે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, આ ત્રણ દિવસ દરમિયાન જનપથ-ટીથી મોટેરા સ્ડેટિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડન્સી થઈ મોટેરા સુધીનો જતો આવતો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

આ દરમિયાન ટ્રાફિક માટે વાહન ચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત થઈ જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના રસ્તે અવર જવર કરી શકશે. આ ઉપરાંત કૃપા રેસિડન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ તરફના રસ્તા પર અવરજવર કરી શકશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવતા ક્રિકેટ પ્રેમીઓને હાલાકી ના પડે, તે હેતુસર અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા આ રૂટ પર 68 બસ ફાળવવામાં આવી છે. જે મેચના દિવસે સવારે 6 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી આ રૂટ પર દોડશે. આ બસની સુવિધા શહેરના નહેરુનગર, ઈસ્કોન ચાર રસ્તા અને નારોલથી મળશે.

  • Follow us on: