- આજની મેચ ધોનીની આખરી સીઝન બની શકે છે
- 17મી સીઝનની શરૂઆત પહેલા ધોનીએ ઋતુરાજને આપ્યું ટીમનું નેતૃત્વ
- વાનખેડેમાં ધોનીએ સિક્સ લગાવી અને 28 વર્ષ બાદ ભારતને વિશ્વ કપ જીતાડ્યો હતો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં રવિવારે 5-5 વખતની વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સની સામે મુંબઈ ઈન્ડિયન્સ હશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વાનખેડે સ્ટેડિયમમાં જ ધોનીએ વનડે વિશ્વ કપ 2011ના વિનિંગ સ્ટ્રોકમાં સિક્સ લગાવી અને 28 વર્ષ બાદ ભારતને વિશ્વ કપ જીતાડ્યો હતો. શક્ય છે કે આજે ધોની વાનખેડે સ્ટેડિયમમાં તેની છેલ્લી મેચ રમી શકે છે.
વાનખેડેમાં ચેન્નઈની આજે છેલ્લી મેચ
રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સની સાથે ટકરાશે. આ સીઝન ચેન્નઈની વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી મેચ હશે.આ પછી ધોનીની આઈપીએલની પણ આ છેલ્લી મેચ હશે. એવામાં આજે છેલ્લી વાર વાનખેડેના મેદાન પર ધોનીનો કમાલ જોવા મળી શકે છે. 17મા સીઝનની શરૂઆત પહેલા ધોનીએ ઋતુરાજ ગાયકવાડને સીએસકે માટેના કેપ્ટન નિયુક્ત કર્યા છે. આ પછી અંદાજ લગાવાઈ રહ્યો છે કે આ ધોનીની છેલ્લી સીઝન હશે.
દિલ્હી માટે ખાસ બેટિંગ કરી
ધોની 42 વર્ષના થઈ ચૂક્યા છે. એવામાં તે વધારે સમય સુધી રમી શકે તેમ નથી. છેલ્લી સીઝનમાં તે મેદાન પર મુશ્કેલીમાં જોવા મળ્યા અને પછી અંતમાં બેટિંગ કરવા આવ્યા. ફીલ્ડ પર તે સારા પરફોર્મન્સમાં જોવા મળ્યા અને અનેક કેચ પણ લીધા. આ સિવાય દિલ્હી કેપિટલ્સની સામે ધોનીએ બેટથી કમાલ દેખાડ્યો હતો. 16 બોલમાં 37 રન બનાવી દીધા હતા. તેમાં 3 સિક્સ અને 4 ફોર સામેલ હતી. આ મેચમાં ધોનીએ એક ખાસ ઉપલબ્ધિ મેળવી. તેમના વિકેટની સાથે 300 વિકેટ પૂરી થઈ હતી. ટી 20 ક્રિકેટમાં આ ઉપલબ્ધિ મેળવનારા તે એકમાત્ર વિકેટકીપર છે.