- મુંબઈ ઈન્ડિયન્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
- સૂર્યકુમાર યાદવ ખાતું ખોલાવ્યા વિના થયો આઉટ
- સૂર્યકુમાર યાદવની વાપસી ખૂબ જ ખરાબ રહી છે
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તેમની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ સાથે રમી રહી છે. આ સિઝનમાં અત્યાર સુધી હાર્દિક પંડ્યાની ટીમ એક પણ જીત હાંસલ કરી શકી નથી. સતત ત્રણ મેચ હાર્યા બાદ મુંબઈ આ મેચમાં પોતાની પ્રથમ જીત મેળવવા ઈચ્છશે. ત્રણ મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના સૌથી વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વાપસી કરી હતી. વાસ્તવમાં સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટીમની બહાર હતો.
સૂર્યકુમાર યાદવ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલા જ NCAએ સૂર્યકુમાર યાદવને ફિટ જાહેર કર્યો હતો. જે બાદ સૂર્યા મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં જોડાઈ ગયો. આવી સ્થિતિમાં, ફેન્સને આ વિસ્ફોટક બેટ્સમેન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી કે સૂર્યકુમાર આ મેચમાં ટીમ માટે શાનદાર વાપસી કરશે.













