• મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
  • આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની નજર પ્રથમ જીત હશે
  • રાજસ્થાન રોયલ્સનો ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય

મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2024ની 14મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈ તેના હોમ ગ્રાઉન્ડ પર આ સિઝનની પ્રથમ મેચ રમી રહ્યું છે. મુંબઈની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે પરંતુ છેલ્લી બંને મેચમાં સ્ટેડિયમમાં હાજર દર્શકો દ્વારા હાર્દિકને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ ચાહકોએ હાર્દિક કરતાં રોહિત શર્માને વધુ સપોર્ટ કર્યો હતો. છેલ્લી બંને મેચમાં એવું જોવા મળ્યું હતું કે ઘણા દર્શકો હાર્દિકને ટ્રોલ કરતી અને રોહિતને સપોર્ટ કરતી પોસ્ટર સાથે સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા, પરંતુ હવે હાર્દિક પંડ્યાને વાનખેડે સ્ટેડિયમનું સમર્થન મળ્યું છે. જેના કારણે રોહિત શર્માના ફેન્સનું દિલ ચોક્કસપણે તૂટી જશે.

ફેન્સ માટે 'એડવાઈઝરી' જારી કરી

ફ્રેન્ચાઇઝી, જે વાનખેડે સ્ટેડિયમમાં તેની પ્રથમ ઘરેલું મેચ માટે તૈયારી કરી રહી છે, તે હાર્દિક પંડ્યાને તેના 'જૂના' ઘરે આવકારવાની તૈયારી કરી રહી છે. અમદાવાદ અને હૈદરાબાદમાં ભીડ દ્વારા બૂમાબૂમ કર્યા પછી, હેરાન કર્યા પછી, મુંબઈ તેના કેપ્ટનનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું છે. 1 એપ્રિલે MI vs RR મેચ પહેલા, ફ્રેન્ચાઇઝીએ ફેન્સ માટે 'એડવાઈઝરી' જારી કરી છે. જેમાં આ ત્રણ નિયમો ખાસ છેઃ વાંધાજનક ચિહ્નો, વાંધાજનક/ધમકીભર્યું વર્તન અને ભેદભાવપૂર્ણ ભાષા કે હાવભાવ.

હાર્દિકને ટ્રોલ કરતા પોસ્ટર માટે નો એન્ટ્રી

વાનખેડે સ્ટેડિયમના કેપ્ટન હાર્દિકને મેચ પહેલા સમર્થન મળ્યું છે. જે દર્શકો રોહિત શર્માને સમર્થન આપતા અને હાર્દિકને ટ્રોલ કરતા વાક્યો સાથે પોસ્ટર લઈને આવ્યા હતા, તેઓને હવે મેદાનની અંદર લઈ જઈ શકાશે નહીં. આવા તમામ પોસ્ટરો મેદાનની બહાર રાખવામાં આવ્યા છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.


  • Follow us on: