• T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થશે
  • યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે યોજાશે
  • પાકિસ્તાની ટીમ સેના સાથે ખાસ ટ્રેનિંગ કરી રહી છે

પાકિસ્તાનની ટીમ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડકપ 2024 માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ટૂર્નામેન્ટ પહેલા પાકિસ્તાનની ટીમમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. શાહીન આફ્રિદીના સ્થાને બાબર આઝમને ફરી એકવાર પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે પાકિસ્તાનની ટીમ આગામી વર્લ્ડકપ પહેલા સેના સાથે ખાસ ટ્રેનિંગ કરી રહી છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશની ક્રિકેટ ટીમને કોચ દ્વારા નહીં પરંતુ સેના દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. તેનું કારણ પણ ઘણું ચોંકાવનારું છે જે સામે આવ્યું છે.

તાલીમનો વીડિયો સામે આવ્યો

ખરેખર, આ દિવસોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ પાકિસ્તાન આર્મી સાથે ટ્રેનિંગ કરી રહી છે. કાકુલમાં આર્મી ટ્રેનિંગ કેમ્પમાં પાકિસ્તાની ક્રિકેટરો ઘણો પરસેવો પાડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વિવિધ કસરત અને કવાયત કરતા ખેલાડીઓનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ખેલાડીઓ દીવાલ કૂદવાથી માંડીને દોરડા પર ચઢવા સુધીની પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. હવે દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે પાકિસ્તાની ક્રિકેટર્સ સેના સાથે કેમ ટ્રેનિંગ લઈ રહ્યા છે.

વાસ્તવમાં ઘણા સમયથી પાકિસ્તાની ક્રિકેટરોનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવતો ન હતો અને ખેલાડીઓ ફિટનેસ વિના ક્રિકેટ રમી રહ્યા હતા. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેનાએ આગામી T20 વર્લ્ડકપ પહેલા ખેલાડીઓની ફિટનેસને લઈને મદદનો હાથ લંબાવ્યો છે.

બાબર આઝમ T20 વર્લ્ડકપ 2024માં કેપ્ટન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફરી એકવાર બાબર આઝમને વર્લ્ડકપ પહેલા ODI અને T20 ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો છે. જે બાદ હવે બાબર આઝમ T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાન ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. વાસ્તવમાં, બાબર ODI વર્લ્ડકપ 2023માં પાકિસ્તાન ટીમનો કેપ્ટન હતો અને આ ટૂર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. જે બાદ બાબર આઝમને હટાવીને શાહીનને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

  • Follow us on: