- IPLની માહી 2024માં પહેલીવાર બેટિંગ કરવા આવ્યો હતો
- ધોનીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા
- ધોની અને સચિનના ચાહકો લડતા જોવા મળ્યા
IPLના બીજા સુપર સન્ડેની બીજી મેચ ખૂબ જ ખાસ બની હતી. એમએસ ધોની IPL 2024માં પહેલીવાર બેટિંગ કરવા આવ્યો હતો. વિશાખાપટ્ટનમમાં ડૉ. યુએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સનું હોમ ગ્રાઉન્ડ છે. રવિવારે દ્રશ્ય અલગ જ જોવા મળ્યું. આખું સ્ટેડિયમ પીળા રંગથી રંગાઈ ગયું હતું. ધોનીએ પણ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. આ પછી સોશિયલ મીડિયા યુદ્ધનું મેદાન બની ગયું હતું. ધોની અને સચિનના ફેન્સ એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા કેમ રણભુમી બન્યું?
એમએસ ધોનીની વિસ્ફોટક બેટિંગ દરમિયાન આખું સ્ટેડિયમ માહીમય થતું દેખાયું. ચાહકો ધોનીના દરેક ફોર અને સિક્સની મજા માણી રહ્યા હતા. આ પછી સોશિયલ મીડિયા પર ધોની અને સચિનના ચાહકો વચ્ચે ફેનબેઝ અને ફેન્ડમને લઈને સ્પર્ધા ચાલી હતી. ધોનીના ચાહકોએ સચિન કરતાં એમએસ ધોનીને વધુ ક્રેઝ અને ફેન્ડમ ગણાવવાનું શરૂ કર્યું.
સચિને ભારતની કેપ્ટનશીપ માટે ધોનીની ભલામણ કરી હતી
IPL 2024ની શરૂઆતની મેચ પહેલા સચિને એક વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, "BCCIએ મને 2007માં કેપ્ટનશિપની ઓફર કરી હતી. પરંતુ મારું શરીર ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતું. એમએસ ધોની વિશે મારું નિરીક્ષણ ખૂબ જ સારૂં હતું. તેનું મન ખૂબ જ સ્થિર છે, તે શાંત છે, તે આરામદાયક અને યોગ્ય નિર્ણયો લે છે. મેં તેને કેપ્ટનશિપ આપવા માટે ભલામણ કરી હતી.
ધોનીની વિસ્ફોટક બેટિંગ
ચાહકો એમએસ ધોનીને IPS 2024ની શરૂઆતની મેચમાં જ બેટિંગ કરતા જોવા માંગતા હતા. શિવમ દુબેના આઉટ થયા બાદ કેપ્ટન કૂલ 8મા નંબરે મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે આવતાની સાથે જ ચોગ્ગો માર્યો. માહીએ ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. ધોનીએ 16 બોલમાં 37* રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. માહીએ છેલ્લી ઓવરમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ શાનદાર પ્રદર્શન છતાં ચેન્નાઈ આ મેચ જીતી શકી નહી. ચેન્નાઈ આ મેચ 20 રને હારી ગઈ હતી.