• IPLની 17મી સિઝનમાં MIનું ખુબ જ ખરાબ પ્રદર્શન
  • પૂર્વ ક્રિકેટર માઈકલ ક્લાર્કે MIની ટીમ અંગે કર્યો મોટો દાવો
  • મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે

IPLની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું ખુબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે. 5 વખત ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં પોતાની લયમાં નથી. 9 મેચમાં 3 જીત અને 6 મેચ હારી ચૂકેલી મુંબઈ પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાને છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઈકલ ક્લાર્કે મુંબઈ ઈન્ડિયન્સ અંગે મોટો દાવો કર્યો છે.

મીડિયા સાથે વાત કરતા ક્લાર્કે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. જેના કારણે ટીમના પ્રદર્શન પર અસર પડી રહી છે. રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર ક્રિકેટરોથી ભરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી. ક્લાર્કે વધુમાં કહ્યું કે મોટી ટુર્નામેન્ટ જીતવી એ વ્યક્તિગત રીતે પ્રદર્શન કરવાને બદલે એકતા બતાવવા અને ટીમ તરીકે રમવા પર આધાર રાખે છે.

MIએ પ્લેઓફમાં જવા માટે સખત મહેનત કરવી પડશે

મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. આવી સ્થિતિમાં પ્લેઓફની રેસમાં રહેવા માટે તેને બાકીની મેચો કોઈપણ ભોગે જીતવી પડશે. જો આમ નહીં થાય તો મુંબઈ આ સિઝનમાંથી બહાર થઈ જશે. આજે મુંબઈ સામે લખનૌની મેચ છે. જેને મુંબઈએ કોઈપણ ભોગે જીતવી પડશે.

આ વખતે ટીમની કમાન હાર્દિકના હાથમાં છે

વાસ્તવમાં, આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના પ્રદર્શન પાછળનું કારણ કેપ્ટન બદલવાનો છે. ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માને હટાવીને ગુજરાત ટાઇટન્સ તરફથી આવેલા હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય મુંબઈ ઈન્ડિયન્સ માટે નકામો સાબિત થઈ રહ્યો છે. મુંબઈની ટીમ ન માત્ર ખરાબ પ્રદર્શન કરી રહી છે પરંતુ ટીમના ખેલાડીઓ વચ્ચે લડાઈ પણ થઈ રહી છે. જેની અસર ટીમના પ્રદર્શન પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

  • Follow us on: