• સૌથી વધુ રન આપનાર બોલર બન્યો મોહિત
  • મોહિતની 4 ઓવરમાં વિપક્ષી ટીમે 73 રન બનાવ્યા
  • 2018માં થંપીએ 70 રન આપીને બનાવ્યો હતો રેકોર્ડ

ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્માના નામે દિલ્હી કેપિટલ્સ સામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. વાસ્તવમાં મોહિત શર્મા IPL ઇતિહાસમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોએ મોહિત શર્માની 4 ઓવરમાં 73 રન બનાવ્યા હતા. આ પહેલા આ રેકોર્ડ બેસિલ થમ્પીના નામે હતો. IPL 2018માં બેસિલ થમ્પીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 70 રન આપ્યા હતા. પરંતુ હવે મોહિત શર્માએ બેસિલ થમ્પીને પાછળ છોડી દીધો છે.

IPL ઇતિહાસમાં સૌથી વધુ રન આપનાર બોલરોની યાદી

તે જ સમયે યશ દયાલ આ યાદીમાં મોહિત શર્મા અને બેસિલ થમ્પી પછી ત્રીજા સ્થાને છે. IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનોએ યશ દયાલના બોલ પર 69 રન બનાવ્યા હતા. તે મેચની છેલ્લી ઓવરમાં રિંકુ સિંહે સતત 5 સિક્સર સહિત 31 રન બનાવ્યા હતા. આ પછી રીસ ટોપલે ચોથા સ્થાને છે. રીસ ટોપલેએ IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેના સ્પેલમાં 68 રન આપ્યા હતા.

દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને 225 રનનો ટાર્ગેટ આપ્યો

IPL 2024ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને ચાર રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. કેપ્ટન રિષભ પંતે 43 બોલમાં અણનમ 88 રન અને અક્ષર પટેલે 66 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરના અંતે આઠ વિકેટે 220 રન જ બનાવી શકી હતી.

  • Follow us on: