• IPLની ઓપનિંગ સેરેમની 22 માર્ચે ચેન્નાઈમાં યોજાશે.
  • IPLની ઓપનિંગ સેરેમની સાંજે 6.30 કલાકે યોજાશે
  • પ્રથમ મેચ ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે રાત્રે 8:00 વાગ્યાથી રમાશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)નું બ્યુગલ વાગી ગયું છે. તેની શરૂઆત 22 માર્ચથી વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે. આ ઉદ્ઘાટન મેચ પહેલા, તે જ દિવસે IPLનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ સમારોહમાં બોલિવૂડના ઘણા મોટા કલાકારો પરફોર્મ કરવાના છે. IPL દ્વારા બુધવારે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે ઓપનિંગ સેરેમનીમાં કયા સેલેબ્સ પરફોર્મ કરશે. ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પરફોર્મ કરશે. આ સિવાય એઆર રહેમાન અને સોનુ નિગમ પણ પરફોર્મ કરશે.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં IPL ઓપનિંગ સેરેમની યોજાશે

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં IPL ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. તે સાંજે 6:30 કલાકે શરૂ થશે. આ પછી, સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ઓપનિંગ મેચ રાત્રે 8:00 વાગ્યાથી રમાશે. ચેન્નાઈની ટીમની કમાન મહેન્દ્ર સિંહ ધોની સંભાળશે, જ્યારે RCBની કમાન દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ સંભાળશે. જ્યારે CSK 5 વખત ચેમ્પિયન છે, RCB છેલ્લા 16 વર્ષથી તેના પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહ્યું છે.

અહીં જોઇ શકશો ઓપનિંગ સેરેમની

ઓપનિંગ સેરેમનીનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક - સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ પર કરવામાં આવશે, જ્યારે આઈપીએલ 2024 ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઇટ પર મફતમાં ઉપલબ્ધ હશે.

  • Follow us on: