- રાજસ્થાને પંજાબ કિંગ્સે 3 વિકેટે હરાવ્યું
- શિમરોમ હેટમાયર મેચની જીતનો હીરો
- હેટમાયરે 10 બોલમાં 27 રનની ઈનિંગ રમી
IPL 2024માં 27મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જે બાદ રાજસ્થાનને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ હતો. જે રાજસ્થાને 19.5 ઓવરમાં હાંસલ કરીને સિઝનની પાંચમી જીત હાંસલ કરી હતી. રાજસ્થાન રોયલ્સની આ જીતમાં શિમરોન હેટમાયરે ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
1. શિમરોન હેટમાયર
એક સમયે આ લો સ્કોરિંગ મેચમાં સતત વિકેટો પડવાને કારણે એવું લાગતું હતું કે પંજાબ કિંગ્સ આ મેચ જીતી જશે, પરંતુ ક્રીઝ પર હાજર હેટમાયરનો ઈરાદો અલગ જ હતો. હેટમાયર છેલ્લે આવ્યો અને તેણે માત્ર 10 બોલમાં 27 રન બનાવ્યા અને ટીમને જીત તરફ દોરી હતી. આ ઇનિંગ દરમિયાન હેટમાયરે એક ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી.
2. કેશવ મહારાજ
આ મેચમાં રાજસ્થાનની બોલિંગ શાનદાર રહી હતી. ખાસ કરીને કેશવ મહારાજે પંજાબ કિંગ્સના બેટ્સમેનોને મુક્તપણે રમવા દીધા ન હતા. આ મેચમાં કેશવે 4 ઓવરમાં માત્ર 23 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી અને રાજસ્થાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
3. આવેશ ખાન
આ સિવાય ફાસ્ટ બોલર આવેશ ખાને પણ રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં આવેશે 4 ઓવરમાં 34 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી.
પંજાબ માટે આશુતોષે શાનદાર ઈનિંગ
આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો, ત્યારબાદ સંજુએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે પંજાબની બેટિંગ કંઈ ખાસ રહી ન હતી અને ટીમ 20 ઓવરમાં 147 રન જ બનાવી શકી હતી. પંજાબ તરફથી બેટિંગ કરતા આશુતોષ શર્માએ ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. આશુતોષે આ મેચમાં 16 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન આશુતોષે એક ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી.