રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે સીઝનની છેલ્લી લીગ ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનની વિકેટ ટ્રેડિશનલી થોડી સ્લો બની રહેશે.જો કે ભારતની અન્ય પિચની જેમ અહીં પણ બેટ્સમેનની પિચ અનુકૂળ રહેવાની શક્યતા છે. આ વેન્યૂ પર અત્યાર સુધી કુલ 7 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે અહીં સરેરાશ 161 રન રહ્યા છે. આઈપીએલ રેકોર્ડની વાત કરીએ તો આ સ્ટેડિયમમાં 3 મેચ રમાઈ છે તેમાંથી 2 વખત પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે. જ્યારે આ સીઝનમાં જે મેચ રમાઈ છે તેમાં ચેઝિંગ ટીમે જીત નોંધાવી છે. પિચ પર આવનારો ભેજ બીજી ઈનિંગમાં બેટિંગ કરનારાને ફાયદો આપી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્ટેડિયમમાં 37800 દર્શકો બેસી શકે છે.
કેવું રહેશે આજે હવામાન
આજના હવામાનની વાત કરીએ તો આજની મેચ પર વરસાદ વિલન બની શકે છે. આ મેચ સમયે વરસાદના ચાન્સ ઘણા વધારે છે. આ સિવાય હવામાનના અનુસાર રાતના સમયે અહીં 76 ટકા જેટલી વરસાદની શક્યતા છે. તાપમાન 32-34 ડિગ્રી રહી શકે છે. હવા 7-12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. હ્યુમિડિટી 76-91 ટકા સુધી રહી શકે છે. વેધર પ્રિડિક્શન પર નજર કરીએ તો આ મેચ વરસાદના કારણે ધોવાઈ શકે છે.
RR vs KKRનું જાણો હેડ ટુ હેડ
જો બંને ટીમના રેકોર્ડની વાત કરીએ તો બંને ટીમો કુલ 29 મેચ આઈપીએલમાં રમી છે. તેમાંથી બંને ટીમે 14-14 મેચ જીતી છે અને એક મેચ અનિર્ણિત રહી હતી.
જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11
કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ
રહમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નરેન, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), રિંકુ સિંહ, નીતિશ રાણા, આંદ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, અનુકૂળ રોય, સુયશ શર્મા, અંગકૃષ રઘુવંશી, મનીષ પાંડે, દુષ્મંથા ચમીરા, શ્રીકર ભરત, ચેતન સકારિયા, શેરફેન રદરફોર્ડ, સાકિબ હુસૈન, અલ્લાહ ગજનફર.
રાજસ્થાન રોયલ્સની ટીમ
યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કૈડમોર, સંજુ સેમસન (વિકેટકીપર-કેપ્ટન), રિયાન પરાગ, ધ્રૂવ જુરેલ, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેંટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન, યુજવેન્દ્ર ચહલ, તનુષ કોટિયન, કેશવ મહારાજ, નંદ્રે બર્ગર, કુલદીપ સેન, ડોનોવન ફરેરા, શિમ્રોન હેટમાયર, આબિદ મુશ્તાક, શુભમ દુબે, કુણાલ સિંહ રાઠોડ, નવદીપ સૈની.