- આજે હૈદરાબાદમાં વરસાદની શક્યતા નહીંવત
- હૈદરાબાદ પાસે ટોપ2માં જગ્યા બનાવવાનો ચાન્સ
- પંજાબ છેલ્લી મેચમાં જીત મેળવવા માટે કરશે પ્રયાસ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 69મી મેચ જે બપોરે 3.30 વાગે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. લીગ તબક્કામાં બંને ટીમોની આ છેલ્લી મેચ બનવા જઈ રહી છે. પંજાબ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે જ્યારે હૈદરાબાદે ટોપ 4માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જોકે, હૈદરાબાદ પાસે હજુ પણ ટોપ 2માં સ્થાન મેળવવાની તક છે. જો રાજસ્થાન તેની છેલ્લી મેચ KKR સામે હારી જાય છે અને હૈદરાબાદ પંજાબને હરાવે છે, તો તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેશે. આ મેચ (SRH vs PBKS) હૈદરાબાદ માટે મહત્વપૂર્ણ બની શકે છે. જ્યારે પંજાબ તેની છેલ્લી મેચમાં જીત સાથે ચાહકોને વિદાય આપવા માંગે છે. તો જાણો આજે હૈદરાબાદ અને પંજાબ વચ્ચેની મેચમાં પિચ કેવી રહેશે અને કોને થશે ફાયદો.
હૈદરાબાદ અને પંજાબની મેચનો પિચ રિપોર્ટ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. આઈપીએલ 2024માં આ પિચ પર ઘણા રન થયા છે. જોકે અહીં બોલરોને પણ મદદ મળે છે. આઈપીએલના ઈતિહાસમાં આ પિચ પર અત્યાર સુધીમાં કુલ 77 મેચ રમાઈ છે. તેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 34 મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનારી ટીમે 42 મેચ જીતી છે. એક પણ મેચનું પરિણામ આવ્યું નથી. આ પિચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 162 રન છે.
હૈદરાબાદ હવામાન રિપોર્ટ
મળી રહેલી માહિતિ અનુસાર હૈદરાબાદમાં 19 મેની બપોરે તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે, વધુ ભેજ (લગભગ 48%)ને કારણે ગરમીનો અહેસાસ વધુ થશે. વરસાદની શક્યતા ઓછી છે.
હેડ ટુ હેડ રિપોર્ટ
ગુજરાત ટાઇટન્સ સામેની તેની અગાઉની મેચ વરસાદને કારણે ધોવાઇ જતાં હૈદરાબાદે અંતિમ ચારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. સનરાઈઝર્સ હાલમાં 13 મેચમાં 15 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે. પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ ટીમ 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. સનરાઇઝર્સ છેલ્લી છ મેચમાંથી માત્ર 2 જ મેચ જીતવામાં સફળ રહી હતી. જો કે, ટીમનું મનોબળ એ હકીકતથી વધશે કે ગુજરાત સામેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ તે પહેલા તેણે લખનૌ સુપરજાયન્ટ્સ (એલએસજી) ને 10 વિકેટથી હરાવ્યું હતું. ટીમના બંને ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે અને તેઓ પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધી બોલરોને હંફાવવામાં સફળ રહ્યા છે.
જાણો બંને ટીમની સંભવિત પ્લેઈંગ-11
સનરાઈઝર્સ હૈદરાબાદની સંભવિત ટીમ
અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), એડેન માર્કરામ, અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહમદ, પેટ કમિંસ (કેપ્ટન), ભૂવનેશ્વર કુમાર, જયદેવ ઉનાદકટ, ટી નટરાજન, મયંક માર્કંડેય, ઉમરાન મલિક, અનમોલપ્રીત સિંહ, ગ્લેન ફિલપ્સ (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, વોંશિંગ્ટન સુંદર, ઉપેન્દ્ર યાદવ (વિકેટકીપર), જે સુબ્રમણ્યન, સનવીર સિંહ, વિજયકાંત વ્યાસકાંત, ફજલહક ફારુકી, માર્કો યાનસેન, આકાશ મહારાજ સિંહ, મયંક અગ્રવાલ.
પંજાબ કિંગ્સ
મેથ્યૂ શોર્ટ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), જિતેશ શર્મા (કેપ્ટન અને વિકેટકીપર), સિકંદર રજા, ઋષિ ધવન, અથર્વ તાયદે, અર્શદીપ સિંહ, નાથન એલિસ, હરપ્રીત બરાડ, રાહુલ ચાહર, હરપ્રીત ભાટિયા, વી કાવેરપ્પા, શિવમ સિંહ, હર્ષલ પટેલ, આશુતોષ શર્મા, વિશ્વનાથ પ્રતાપ સિંહ, શશાંક સિંહ, તનય ત્યાગરાજન, પ્રિંસ ચૌધરી, રિલે રોસેઉ.