- IPL 2024ની 68મી મેચ બેંગ્લોર અને ચેન્નાઈ વચ્ચે રમાશે
- આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
- 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ખાસ રેકોર્ડ
હવે IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે કરો યા મરો મેચ થવાની છે. આ મેચ જે પણ ટીમ હારે છે તેના માટે પ્લેઓફની રેસ ઘણી મુશ્કેલ બની જશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 18મી મેના રોજ રમાશે. આ મેચમાં RCB માટે 18 રનથી જીતીને પ્લેઓફમાં ક્વોલિફાટ કરી શકે છે.
પ્લેઓફમાં પહોંચવા માટે RCBને 2 શરતો અનુસાર CSK સામે જીત મેળવવી પડશે. પ્રથમ, જો RCB પ્રથમ બેટિંગ કરે છે તો તેણે 18 રનથી જીત મેળવવી પડશે, આ સિવાય, જો RCB બીજી ઇનિંગમાં બેટિંગ કરશે તો તેણે 18.1 ઓવરમાં CSK દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવો પડશે.
RCB માટે 18મી મે ખાસ
IPL ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 18 મે ખૂબ જ ખાસ છે. આજ સુધી, 18 મેના રોજ, RCBએ IPLમાં રમાયેલી તમામ મેચો જીતી છે. વર્ષ 2013 માં, 18 મેના રોજ, RCBએ પ્રથમ વખત CSKને હરાવ્યું હતું. આ પછી વર્ષ 2014માં ફરી એકવાર RCBએ CSKને 18મી મેના રોજ હરાવ્યું. હવે ફરી એકવાર RCB અને CSK વચ્ચે 18મી મેના રોજ ટક્કર થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આ જૂનો રેકોર્ડ CSKને થોડી મુશ્કેલીમાં મૂકી શકે છે.
18મી મે વિરાટ કોહલી માટે પણ ખાસ
IPL ઈતિહાસમાં વિરાટ કોહલીનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. આવી સ્થિતિમાં, જ્યારે તે 18 પર આવે છે, ત્યારે આ સંખ્યા અને આ દિવસ કોહલી માટે ખાસ બની જાય છે. વાસ્તવમાં વિરાટ કોહલીની જર્સી નંબર 18 છે. વિરાટ કોહલીએ પણ 18મી મેના રોજ IPL ઈતિહાસમાં બે સદી ફટકારી છે. વર્ષ 2016માં વિરાટે IPLમાં પંજાબ કિંગ્સ સામે સદી ફટકારી હતી. આ મેચમાં કોહલીએ 50 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય વર્ષ 2023માં કોહલીએ 18 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. આ મેચમાં કોહલીએ 63 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી.