- આજે RCB અને CSK વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો
- ચેન્નાઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય
- દેશુપાંડેની ઓવરમાં કોહલીએ ગગનચુંબી સિક્સ ફટકારી
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેગા મેચ શરૂ થઈ ગઈ છે. બગડતા હવામાન વચ્ચે RCBના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પણ રનનો વરસાદ શરૂ કર્યો હતો. કોહલીએ પ્રથમ ઓવરમાં ધીમી શરૂઆત કરી હતી, પરંતુ બીજી ઓવરથી તેણે ગિયર બદલીને ફોર અને સિક્સર ફટકારી હતી. આ દરમિયાન કોહલીએ એવી સિક્સર ફટકારી કે વિકેટ પાછળ ઉભેલા એમએસ ધોની પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
વિરાટ કોહલીની શાનદાર સિક્સ













