• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા વચ્ચે મેચ
  • બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે

IPL 2024માં 10મી મેચ 29 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે. RCB અને KKR બંને પોતપોતાની અગાઉની મેચો જીતીને આવી રહ્યા છે. છેલ્લી મેચમાં જ્યાં એક તરફ KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું, તો બીજી તરફ RCBએ પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. IPL 2024માં KKRની આ બીજી અને RCBની ત્રીજી મેચ હશે.

IPLમાં બંને ટીમોના હેડ ટુ હેડ આંકડા

IPLમાં હેડ ટુ હેડ આંકડા મુજબ, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સે 18 મેચ જીતી છે અને 14માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે RCBએ 14 મેચ જીતી છે અને 18માં હારનો સામનો કરવો પડ્યો છે.

RCB સામે KKRનો હાઈ સ્કોર 222 રન છે, જ્યારે KKR સામે RCBનો હાઈ સ્કોર 213 રન છે. આઈપીએલની આ સીઝનની વાત કરીએ તો અત્યાર સુધી જે ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી છે તે મેચ જીતી છે. આવી સ્થિતિમાં RCB ટીમ આ મેચ પણ જીતી શકે છે કારણ કે આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ પર રમાશે.

એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમોના આંકડા

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઘણા બધા રન બને છે. નાનું સ્ટેડિયમ હોવાને કારણે અહીં બેટ્સમેનોએ બાઉન્ડ્રીનો વરસાદ જોવા મળે છે. સપાટ પિચને કારણે બેટ્સમેનોને પિચ પર વધુ મદદ મળે છે. આ મેદાન પર RCB અને KKR 11 વખત ટકરાયા છે. જેમાંથી કોલકાતાએ 7 મેચ જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય RCBએ 4 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

KKR: વેંકટેશ ઐયર, ફિલ સોલ્ટ, નીતિશ રાણા, શ્રેયસ ઐયર (c), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, રમનદીપ સિંહ.

ઇમ્પેક્ટ પ્લેયર: સુયસ શર્મા, મનિષ પાંડે, વૈભવ અરોરા, અંગક્રિશ રઘુવંશી, રહેમાનુલ્લા ગુરબાઝ

RCB: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, સુયશ પ્રભુદેસાઈ, ગ્લેન મેક્સવેલ, કેમરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત (વિકેટકીપર), કર્ણ શર્મા, લોકી ફર્ગ્યુસન, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ પ્લેયર્સ: વિલ જેક્સ, મહિપાલ લોમરોર, મનોજ ભંડાગે, રજત પાટીદાર, યશ દયાલ.

  • Follow us on: