• IPL 2024ની તમામ લીગ મેચો પૂરી થઈ ગઈ છે
  • RCB અને RR વચ્ચે એલિમિનેટર મેચ રમાશે
  • વરસાદના કારણે રદ્દ થશે તો મેચ રિઝર્વ ડે પર રમાશે

IPL 2024ની તમામ લીગ મેચો પૂરી થઈ ગઈ છે. છેલ્લી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની હતી, જે રદ કરવામાં આવી હતી. 4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હવે પ્લેઓફ મેચો રમાવાની છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સ સામે એલિમિનેટર મેચ રમવાની છે. આ મેચ 22મી મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. શું તમે વિચાર્યું છે કે જો આ મેચ વરસાદને કારણે રદ્દ થશે તો આ ટ્રોફીની રેસમાંથી કોણ બહાર થઈ જશે?

શું પ્લેઓફ મેચ માટે છે રિઝર્વ ડે

IPL 2024માં વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 3 મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં RCB અને રાજસ્થાન વચ્ચેની એલિમિનેટર મેચ પહેલા જ કરોડો ચાહકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે જો આ મેચ પણ વરસાદના કારણે રદ્દ થાય છે તો ટ્રોફીની આ રેસમાં કોણ રહેશે અને કોણ આ રેસમાંથી બહાર થઈ જશે? IPL 2023 સુધી પ્લેઓફ મેચો માટે કોઈ રિઝર્વ ડે ન હતો, તે માત્ર IPLની ફાઈનલ માટે જ રાખવામાં આવ્યો હતો. પરંતુ આ સિઝનથી એલિમિનેટર મેચો અને ક્વોલિફાયર મેચો માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો RCB અને RR વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો મેચ રિઝર્વ ડે પર રમાશે.

કોને ફાયદો થશે બેંગલુરુ કે રાજસ્થાન?

રિઝર્વ ડે પર પણ હવામાન સહકાર આપી રહ્યું નથી, તો અમ્પાયર ઓછામાં ઓછી 5 ઓવરની મેચ કરાવવાનો પ્રયાસ કરશે. જો આ પણ શક્ય ન હોય તો સુપર ઓવર કરવામાં આવશે. પરંતુ જો સુપર ઓવરમાં પણ મેચ નહીં રમાય તો કઈ ટીમ ક્વોલિફાયર રમશે, તે પોઈન્ટ ટેબલ પર નક્કી થશે. જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર હશે તેને ક્વોલિફાયરમાં મોકલવામાં આવશે અને જે ટીમ તળિયે હશે તે પ્લેઓફમાંથી બહાર થઈ જશે. આ નિયમને કારણે RCBને ઘણું નુકસાન થશે. જો મેચ રદ થશે, તો બેંગલુરુનો સફાયો થઈ જશે, કારણ કે પોઈન્ટ ટેબલમાં બેંગલુરુ ચોથા સ્થાને છે, જ્યારે રાજસ્થાન ત્રીજા સ્થાને છે. જો મેચ રદ થશે તો રાજસ્થાન ક્વોલિફાયર મેચ રમશે.

  • Follow us on: