• IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે
  • DCના ફેન્સને મોટો આંચકો લાગી શકે છે
  • પંતને NCAમાંથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી

IPL 2024માં બધાની નજર દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર છે. હવે રિષભ પંતની વાપસીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેના કારણે દિલ્હી કેપિટલ્સના ફેન્સને મોટો આંચકો લાગી શકે છે. અકસ્માત બાદ રિષભ પંત ક્રિકેટના મેદાનથી દૂર હતો.પંત એક વર્ષથી વધુ સમયથી ક્રિકેટ રમ્યો ન હતો. આવી સ્થિતિમાં હવે ઋષભ પંતને ક્રિકેટના મેદાન પર જોવા માટે બધા આતુર છે. પંત ઈજાના કારણે ઘણી મોટી ટૂર્નામેન્ટ ચૂકી ચૂક્યો છે, ત્યાર બાદ હવે ફેન્સ નથી ઈચ્છતા કે પંત IPL 2024ને પણ મિસ કરે.

ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી

સર્જરી બાદ રિષભ પંત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. પંત તેની ફિટનેસ પાછી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. IPL 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ 23 માર્ચથી તેનું IPL 2024 અભિયાન શરૂ કરશે. પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીએ હજુ સુધી રિષભ પંતને ફિટ જાહેર કર્યો નથી. જે બાદ હવે દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીઓ વધવા લાગી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિષભ પંતને હજુ સુધી નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી. NCAના અધિકારીઓનું માનવું છે કે પંત હજુ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ નથી. આ કારણે પંતને હજુ સુધી દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ કેમ્પમાં સામેલ કરવામાં આવ્યો નથી. જે બાદ હવે રિષભ પંતને લઈને દિલ્હી કેપિટલ્સ સામે મોટો સવાલ ઉભો થયો છે. જો રિષભ પંતને NCA તરફથી ફિટનેસ સર્ટિફિકેટ ન મળે તો દિલ્હી કેપિટલ્સ BCCIને પંતને ટીમમાં વધારાના ખેલાડી તરીકે સામેલ કરવા વિનંતી કરી શકે છે.

રિષભ પંત ટીમનો કેપ્ટન રહેશે

IPL 2024 પહેલા દિલ્હી કેપિટલ્સે સ્પષ્ટ કરી દીધું છે કે રિષભ પંત સીઝન 17માં ટીમનો કેપ્ટન રહેશે. જોકે, પંત આ સમયગાળા દરમિયાન વિકેટકીપિંગ નહીં કરે. તેના બદલે પંત બેટ્સમેન તરીકે ટીમમાં હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, રિષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરે IPL 2023 દરમિયાન દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું.

  • Follow us on: