• લાસ્ટ ઓવર, લાસ્ટ બોલમાં રાશિદે મારી ફોર
  • બેટિંગ પહેલા ગિલે રાશિદને આપ્યો ખાસ મંત્ર
  • કેપ્ટન ગિલે રાશિદના વીનિંગ શોટથી થયા ખુશ

આઈપીએલ 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હાર આપી છે. તે રાજસ્થાન રોયલ્સની આ સીઝનની પહેલી હાર રહી છે. આ મેચમાં રાજસ્થાને કેટલીક ભૂલો કરી છે અને તેનું પરિણામ પણ તેઓએ ભોગવવું પડ્યું છે. આ મેચમાં ગિલની શાનદાર કેપ્ટનશીપ પણ જોવા મળી છે. ગિલે છેલ્લા બોલ સુધી પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. છેલ્લી ઓવર બાદ છેલ્લા બોલ પર રાશિદ ખાને ચોગ્ગો લગાવીને ગુજરાતને જીત અપાવી છે. તો સાથે કેપ્ટન શુભમન ગિલ અને રાશિદ ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બેટિંગ પહેલા ગિલે રાશિદને આપ્યો ખાસ મંત્ર

સોશિયલ મીડિયા પર ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને રાશિદ ખાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે રાશિદ ખાન બેટિંગ કરવા મેદાન પર આવી રહયા હોય છે ત્યારે ગિલ તેને રોકીને રાશિદના કાનમાં કંઈ બોલે છે. તેના પછી રાશિદ ખાન છેલ્લા બોલ પર ફોર મારીને ગુજરાતને જીત અપાવી રહ્યા છે ત્યારે ગિલનું રાશિદની તરફથી એક અલગ રિએક્શન આવે છે.

 

રાશિદનો મૈં હૂં ના...નો અંદાજ મળ્યો જોવા

છેલ્લી ઓવરમાં ગુજરાત ટાઈટન્સની જીત માટે 15 રન જોઈશે. આવેશ ખાને પહેલો બોલ નાંખ્યો તો રાશિદે તેને સ્ક્વેયર લેગની તરફ ફેરવીને ફોર મારી. આ પછી અન્ય બોલમાં 2 રન લીધા. ત્રીજા બોલ પર રાશિદે ફરી ફોર મારી. ચોથા બોલમાં 1 રન લઈને રાહુલ તેવટિયાએ સ્ટ્રાઈક આપી. તેવતિયાએ પાંચમા બોલે ફોર માટે પ્રયાસ કર્યો પણ બટલરે ફિલ્ડિંગમાં તેને રોકી લીધો. તેઓએ બોલરને થ્રો કર્યો અને તેવતિયા આઉટ થયો. હવે છેલ્લા બોલમાં જીટીને જીત માટે 1 બોલમાં 2 રનની જરૂર હતી. ફેન્સ ગુજરાતની જીત માટે આતુર હતા અને આ સમયે રાશિદે પોતાનો અંદાજ બતાવ્યો અને છેલ્લા બોલમાં ફોર મારી. આ ઈનિંગમાં તેણે 11 બોલમાં 4 ફોરની મદદથી 24 રન બનાવ્યા.  

  • Follow us on: