• IPLની છેલ્લી બે સિઝનની ફાઇનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ આ દિવસોમાં મોટી મુશ્કેલીમાં છે
  • મોહમ્મદ શમી ઇજાના કારણે આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે
  • ગુજરાત ટાઇટન્સ માટે રાશિદ ખાનની ફિટનેસ પણ ટીમ માટે ચિંતાનો વિષય બની છે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છેલ્લી બે સિઝનની ફાઇનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ આ દિવસોમાં મોટી મુશ્કેલીમાં છે. આ પહેલા ટીમના ચેમ્પિયન કેપ્ટન અને ટીમને સતત બે ફાઈનલમાં લઈ જનાર હાર્દિક પંડ્યાએ ટીમ છોડી દીધી હતી. જે બાદ હવે મોહમ્મદ શમી આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ સાથે જ ટીમના અન્ય એક મોટા ખેલાડી રાશિદ ખાનની ફિટનેસ પણ ટીમ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. શમીની જેમ રાશિદે પણ ODI વર્લ્ડ કપ 2023 પછી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. શમી હવે બહાર છે અને રાશિદને લઈને સસ્પેન્સ છે.

રાશિદ ખાનને શું થયું?

તમને જણાવી દઈએ કે રાશિદ ખાને વર્લ્ડ કપ બાદ પીઠની સર્જરી કરાવી હતી. તે પછી તેણે ભારત અને શ્રીલંકા સામે સિરીઝ રમી નથી. જ્યારે વિશ્વભરમાં T20 લીગ રમી ચૂકેલા રાશિદ ખાને ત્યાર બાદ એક પણ T20 લીગ રમી નથી. હાલમાં તેણે પાકિસ્તાન સુપર લીગમાંથી પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું હતું. જો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને તેની ફિટનેસ પર સહેજ પણ શંકા હોય તો ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેને આઈપીએલથી દૂર રાખી શકાય છે. જો કે, અત્યાર સુધી આ અંગે કોઈ અપડેટ આવ્યું નથી.

નૂર અહેમદને લઇ વિવાદ

રાશિદ ખાન સિવાય અફઘાનિસ્તાનના અન્ય સ્પિન બોલર નૂર અહેમદને લઈને પણ ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં UAEની T20 લીગ ILT20માંથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, જો તે ફિટ રહેશે તો તે IPLમાં રમતા જોવા મળી શકે છે. પરંતુ ગુજરાતની ટીમમાં આ દિવસોમાં બધું બરાબર નથી. કેન વિલિયમસન પણ ગત સિઝનમાં બહાર થઈ ગયો હતો. હવે આ વર્ષે ટીમમાં તેની ભૂમિકા શું છે તે જોવું રહ્યું.


મોહમ્મદ શમી આખી સિઝનમાંથી બહાર

મોહમ્મદ શમી હવે આઈપીએલની આખી સિઝનમાંથી લગભગ બહાર થઈ ગયો છે. ગુજરાત ટાઇટન્સે હજુ સુધી આની પુષ્ટિ કરી નથી પરંતુ સમાચાર એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે. હવે શમી ટીમ સાથે નથી અને આવી સ્થિતિમાં ટીમનું ઝડપી બોલિંગ આક્રમણ ચોક્કસપણે નબળું પડી ગયું છે. હવે પેસ આક્રમણની જવાબદારી ઉમેશ યાદવ અને મોહિત શર્મા જેવા અનુભવી બોલરો પર આવશે.

ગુજરાત ટાઇટન્સની સંપૂર્ણ સ્ક્વોડ

શુભમન ગિલ (C), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા (wk), કેન વિલિયમસન, દર્શન નલકાંડે, જયંત યાદવ, અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા, વિજય શંકર, આર સાઈ કિશોર, રાશિદ ખાન, નૂર અહેમદ, જોશુઆ લિટલ, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, શાહરૂખ ખાન, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સુશાંત મિશ્રા, સ્પેન્સર જોન્સન, રોબિન મિંઝે, મોહમ્મદ શમી (આખી સિઝન માટે બહાર).

  • Follow us on: