- RCBની ક્વોલિફિકેશન બાદ પ્લેઓફની 4 ટીમો ફાઈનલ
- ટોપ-2માં સ્થાન મેળવવા માટે RR અને SRH વચ્ચે જંગ
- ટોપ-2માં સ્થાન મેળવનારને ફાઇનલમાં જવાની બે તક મળે છે
RCBની ક્વોલિફિકેશન બાદ પ્લેઓફની 4 ટીમો ફાઈનલ થઈ ગઈ છે, પરંતુ કઈ 2 ટીમ ટોપ-2માં સ્થાન મેળવશે. તે અંગે એક સમસ્યા છે. ટોપ-2માં સ્થાન મેળવનારી ટીમોને ફાઇનલમાં જવાની બે તક મળે છે. ટોપ-2 ટીમો ક્વોલિફાયર-1 રમે છે. જેમાંથી હારનાર ટીમને એલિમિનેટરની વિજેતા ટીમનો સામનો કરવાની તક મળે છે.
આ રીતે ટોપ-2માં સ્થાન મેળવવા માટે ટીમો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. હવે આ સંદર્ભમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ઘણી મહત્વની બની ગઈ છે. મેચ પર વરસાદનો પડછાયો પડયો છે. ગુવાહટીના સ્ટેડિયમમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ટોસ થઈ શક્યો ન હતો.
પોઈન્ટ ટેબલની સ્થિતિ
હવે જો RR અને KKR વચ્ચેની આ મેચમાં વરસાદ ચાલુ રહેશે તો ટોપ-2 ટીમો કોણ હશે. વાસ્તવમાં, પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 19 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ સનરાઈઝર્સ હૈદરાબાદની પંજાબ કિંગ્સ સામેની મેચ જીતીને ત્રીજા સ્થાને આવી ગઈ છે. 13 માંથી 8 મેચ જીત્યા બાદ RR પાસે 16 પોઈન્ટ અને +0.273 નો નેટ રન રેટ છે. SRH ટીમ 14 માંથી 8 મેચ જીતીને 17 પોઈન્ટ અને +0.414ના નેટ રન રેટ સાથે બીજા ક્રમે છે.
બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે
હવે જો રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે. જે બાદ રોયલ્સ ટીમનું ટોપ-2માં સ્થાન મેળવવાનું સપનું ચકનાચૂર થઈ જશે. તે 17 પોઈન્ટ મેળવશે, પરંતુ નેટ રન રેટ સનરાઈઝર્સ કરતાં પાછળ હોવાને કારણે તે ત્રીજા સ્થાને રહેશે. જ્યારે KKR ટીમ 20 પોઈન્ટ સાથે નંબર-1 પર રહેશે.
આ રીતે, પોઈન્ટ ટેબલમાં, KKR નંબર-1 પર, SRH નંબર-2 પર, RR નંબર-3 પર અને RCB નંબર-4 પર હશે. ત્યારબાદ KKR અને SRHની ટીમો ક્વોલિફાયર-1માં ટકરાશે. તેમાંથી વિજેતા ટીમ સીધી ફાઇનલમાં ક્વોલિફાય થશે જ્યારે હારનાર ટીમે RR અને RCB વચ્ચેની મેચની વિજેતા ટીમ સાથે રમવું પડશે.