• સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
  • આ મેચમાં ટ્રેવિસ હેડ ગોલ્ડન ડકનો શિકાર બન્યો
  • પ્રથમ બોલ પર આઉટ થનારો હૈદરાબાદનો બીજો બેટર

IPL 2024ની 69મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં PBKSએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 214 રન બનાવ્યા. 215 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી SRHની શરૂઆત ખરાબ રહી હતી. અર્શદીપ સિંહે પ્રથમ ઓવરના પહેલા બોલ પર ટ્રેવિડ હેડને બોલ્ડ કર્યો હતો.

હેડ ગોલ્ડન ડકનો શિકાર

અર્શદીપ સિંહે ગુડ લેન્થ બોલ ફેંક્યો હતો હેડ બોલને ડિફેન્સ કરે તે પહેલા બોલ ઓફ સ્ટમ્પ સાથે અથડાયો હતો. ટ્રેવિસ હેડ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. આ સાથે તેણે એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે ઈનિંગના પ્રથમ બોલ પર આઉટ થનારો હૈદરાબાદનો બીજો બેટ્સમેન બની ગયો છે. અગાઉ 2018માં શિખર ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી.

IPL 2024માં ટ્રેવિસ હેડનું પ્રદર્શન

IPL 2024માં ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શન કર્યું છે. અભિષેક ત્રિપાઠીની સાથે તેણે ઘણી મેચોમાં પોતાની ટીમને સારી શરૂઆત અપાવી હતી. 17મી સિઝનમાં હેડના પ્રદર્શનની વાત કરીએ તો તેણે અત્યાર સુધી રમાયેલી 12 મેચોની 12 ઇનિંગ્સમાં 48.45ની એવરેજ અને 201.13ની સ્ટ્રાઇક રેટથી 533 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 4 ફિફ્ટી અને 1 સદી આવી હતી. વર્તમાન સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર 102 રન છે. SRH આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમી છે અને 7માં જીતી છે. ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે.


  • Follow us on: