• આજે રાજસ્થાન અને લખનૌ વચ્ચે મુકાબલો
  • જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ
  • રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી

આજે, ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થઈ રહ્યો છે. રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડ, સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુરમાં રમાઈ રહેલી મેચમાં સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો. વાસ્તવમાં રાહુલ ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. LSGના કેપ્ટન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ તેણે બાકીની 4 ટેસ્ટ રમી ન હતી. આ દરમિયાન તેઓ સારવાર માટે લંડન પણ ગયા હતા.

રાહુલે કર્યો મોટો ખુલાસો

રાહુલે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો સૌથી સારો મિત્ર કોણ છે તેનો ખુલાસો કર્યો હતો. તેણે મેદાનમાં પરત ફરવા બદલ ખુશી પણ વ્યક્ત કરી હતી. કેએલ રાહુલે કહ્યું, “અમે પણ પહેલા બેટિંગ કરી હોત. સવાઈ માનસિંહની વિકેટ સારી દેખાઈ રહી છે. હું મેદાન પર પાછો આવીને ખુશ છું. ઇજાઓ વર્ષોથી મારા શ્રેષ્ઠ મિત્ર બની ગયા છે, પરંતુ તે તમને રમત માટે ભૂખ્યા બનાવે છે અને જ્યારે તમે પાછા આવો ત્યારે વધુ સારું પ્રદર્શન કરો. ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઇનિસ અને નવીન ઉલ હક અમારા 4 વિદેશી ખેલાડીઓ છે. અત્યારે અમારું ધ્યાન આ રમત પર છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

RR: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(wk/c), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, સંદીપ શર્મા, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ

ઇમ્પેક્ટ પ્લેયર: નાન્દ્રે બર્ગર, રોવમેન પોવેલ, તનુષ કોટીયમ, શુભમ દુબે, કુલદિપ સેન

LSG: કેએલ રાહુલ(c), ક્વિન્ટન ડી કોક(wk), દેવદત્ત પડિકલ, આયુષ બદોની, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન, નવીન-ઉલ-હક, યશ ઠાકુર

ઇમ્પેક્ટ પ્લેયર: દીપક હુડા, મયંક યાદવ, અમિત મિશ્રા, પ્રેરક માંકડ, કે ગૌતમ

  • Follow us on: