• IPL 2024નું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે
  • IPL 2024ની ઓપનિંગ મેચમાં RCB અને CSK ટકરાશે
  • 22 માર્ચથી શરૂ થશે IPL 2024

આઇપીએલની 17મી સિઝનનું શિડ્યુંલ જાહેર થઇ ગયું છે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે પ્રથમ મેચ. આઇપીએલની શરૂઆતની 21 મેચનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના કારણે આ વખતે 3 તબક્કામાં આઇપીએલ રમાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનનું શેડ્યૂલ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું છે.  પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ તેના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ સામે ટકરાશે. 21 મેચોનું શેડ્યૂલ હાલમાં જ જાહેર કરવામાં આવ્યું છે. ચેન્નાઈની ટીમ રેકોર્ડ નવમી વખત કોઈપણ આઈપીએલ સિઝનની પ્રથમ મેચ રમશે. અગાઉ, ટીમ 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 અને 2023માં ઓપનિંગ મેચ રમી ચૂકી છે.

ભારતમાં થશે ટૂર્નામેન્ટનું આયોજન

IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ આયોજિત કરવામાં આવશે. ફક્ત 2009 માં જ IPL સંપૂર્ણ રીતે વિદેશ (દક્ષિણ આફ્રિકા) માં રમાઈ હતી, જ્યારે 2014 માં, સામાન્ય ચૂંટણીઓને કારણે, કેટલીક મેચ યુએઈમાં રમાઈ હતી. જો કે, 2019માં સામાન્ય ચૂંટણીઓ હોવા છતાં આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હતી. આઈપીએલ સમાપ્ત થયાના થોડા દિવસો બાદ જ T20 વર્લ્ડ કપ શરૂ થશે તે જોતાં, 26 મેના રોજ ફાઈનલ યોજાય તેવી શક્યતા છે.

GT હોમ ગ્રાઉન્ડમાં રમશે પ્રથમ મેચ

ગુજરાત ટાઇટન્સ તેની પ્રથમ બે મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ અમદાવાદમાં રમશે જ્યારે ત્રીજી મેચ વાઇઝેગમાં રમશે. દિલ્હી કેપિટલ્સ તેની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ દિલ્હીમાં રમાશે, તે પછી તરત જ આઈપીએલ માટે મેદાન તૈયાર કરવામાં સમય લાગશે. આ કારણોસર દિલ્હીની પ્રથમ બે મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે. દેશમાં આ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે IPLનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. હવે 15 દિવસનો કાર્યક્રમ બહાર આવ્યો છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.

22 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ 

ધૂમલે જણાવ્યું કે ટૂર્નામેન્ટ 22 માર્ચથી ચેન્નાઈમાં શરૂ થશે. જો કે, તેણે એ પણ માહિતી આપી હતી કે પ્રથમ 15 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે, જે મુજબ બાકીની ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. અહેવાલો અનુસાર, લોકસભાની ચૂંટણી બાદ સમગ્ર ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે.


ચાર ડબલ હેડર મેચો પણ હશે

અત્યાર સુધી જાહેર કરાયેલા શેડ્યૂલમાં ચાર ડબલ હેડર મેચો પણ થવાની છે. સિઝનના બીજા દિવસે 23 માર્ચ, ત્રીજા દિવસે 24 માર્ચ, 31 માર્ચ અને 7 એપ્રિલે ચાર ડબલ હેડર મેચો રમાશે. આ સમયગાળા દરમિયાન, દરેક ટીમ લગભગ 4 મેચ રમશે.

શેડ્યૂલ બહાર આવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે પણ એક પોસ્ટ બનાવી અને પોતાના નવા કેપ્ટન અને પૂર્વ કેપ્ટનનું પોસ્ટર રિલીઝ કર્યું. MIની પ્રથમ ચાર મેચનું શેડ્યૂલ જાહેર કર્યું. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. મુંબઈ પહેલીવાર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મેદાનમાં ઉતરશે.


  • Follow us on: