• સોશિયલ મીડિયામાં વીડિયો થઈ રહ્યો છે વાયરલ
  • ગિલ મિસ્ટ્રી ગર્લને જોઈને સ્માઈલ કરતા પણ જોવા મળ્યો
  • આ યુવતી પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો

આઈપીએલ 2024ની 32મી મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સની સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ કેપ્ટન શુભમન ગિલ ચર્ચામાં છે. તે આ મેચની સાથે સાથે એક મિસ્ટ્રી ગર્લ પર પણ દિલ હારતા જોવા મળ્યા છે. મેચ બાદ ગિલ અને મિસ્ટ્રી ગર્લનો વીડિયો ક્રિકેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં ગિલ મિસ્ટ્રી ગર્લને જોઈને સ્માઈલ કરતા પણ જોવા મળી રહ્યા છે.

ગિલ અને મિસ્ટ્રી ગર્લનો વીડિયો ટોકિંગ પોઈન્ટ બન્યો

આ વીડિયો એ સમયનો છે જ્યારે ગિલ આઉટ થઈને ડગઆઉટમાં બેઠો છે. આ સમયે રાશિદ ખાન સિક્સ ફટકારી રહ્યો છે અને શુભમન ગિલ અને મિસ્ટ્રી ગર્લ ચર્ચામાં આવી રહ્યા છે. કેમેરામેનનું ફોકસ એક મિસ્ટ્રી ગર્લ પર ગયું જે મેચને એન્જોય કરતા તાળીઓ પાડી રહી છે. આ સમયે ગિલની પણ એન્ટ્રી થઈ રહી છે અને તે સ્માઈલ કરી રહ્યા છે. બંનેનો આ વીડિયો ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. જો કે ફેન્સનું કહેવું છે કે ગિલ રાશિદની સિક્સ પર રિએક્ટ કરી રહ્યા હતા.

 

પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો

આ વીડિયોના વાયરલ થયા બાદ ફેન્સ શુભમન ગિલના મજા લઈ રહ્યા છે. ફેન્સે તેમનો આ વીડિયો પર રીએક્શન આપ્યું છે. આખરે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ રહી છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે આ યુવતી પૃથ્વી શૉની એક્સ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહ છે. તો ક્યાંક તેને લઈને અન્ય ચર્ચાઓ પણ થઈ રહી છે. હાલમાં તો ગિલનો આ વીડિયો ફેન્સ માટે ટોકિંગ પોઈન્ટ બન્યો છે.

સ્પેનિશ એક્ટ્રેસ

એક ફેને મિસ્ટ્રી ગર્લનો ફોટો શેયર કર્યો છે. તેઓએ કહ્યું સાઈડથી સ્પેનિશ એક્ટ્રેસ આના સેલિયા દે આર્માસ લાગી રહી છે. મેચ હાર્યા બાદ ગિલની મુશ્કેલીઓ વધી છે. ગુજરાત ટાઈટન્સ 7માંથી 4 મેચ હારી ચૂકી છે અને પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી છે. જોવાનું એ રહે છે કે ગિલ ટીમને પ્લેઓફ સુધી કેવી રીતે લઈ જશે.  

  • Follow us on: