• મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ
  • હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ
  • હૈદરાબાદે IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો

IPL 2024ની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. એક ઈનિંગ પૂરી થયા બાદ જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા છે. હાર્દિકની કેપ્ટનશિપ પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. હાર્દિકની કપ્તાનીમાં પહેલીવાર કોઈ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે આટલો મોટો સ્કોર કરવામાં સફળ રહી છે.

પંડ્યા ટ્રોલ થયા, કેપ્ટન્સી પર ઉઠ્યા સવાલ

પહેલી મેચની જેમ આ મેચમાં પણ હાર્દિક પંડ્યા જસપ્રીત બુમરાહની પહેલા બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જોકે હાર્દિકને ચોક્કસપણે એક વિકેટ મળી હતી, પરંતુ તેણે ખૂબ જ રન પણ આપ્યા હતા. આ મેચમાં હાર્દિકે 4 ઓવરમાં 46 રન આપીને એક વિકેટ ઝડપી હતી. હાર્દિકની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે હવે શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. હવે સોશિયલ મીડિયા પર યૂઝર્સ હાર્દિક પંડ્યાના જોરદાર વખાણ કરી રહ્યા છે. જ્યારે હૈદરાબાદના બેટ્સમેનોએ આ મેચમાં 18 સિકસ ફટકારી હતી.

હૈદરાબાદના 3 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડે 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ પછી અભિષેક શર્માએ માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી, બાદમાં હેનરિક ક્લાસને 25 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. હેડે 62 રન, અભિષેકે 63 રન અને ક્લાસને સૌથી વધુ 80 રન બનાવ્યા હતા. આ મેચમાં જસપ્રીત બુમરાહ સિવાય મુંબઈના બધા બોલરની ધોલાઈ કરી હતી.

  • Follow us on: