• RCB અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ
  • એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • પ્રથમ બેટિંગ કરતા SRHએ 287 રન બનાવ્યા

સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઈતિહાસ રચ્યો છે. હૈદરાબાદે ફરી એકવાર IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. હૈદરાબાદે આ IPL સિઝનમાં બેંગલુરુના સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડ્યો હતો. RCBએ IPL 2013માં 263 રન બનાવ્યા હતા. હૈદરાબાદે એ જ સિઝનમાં મુંબઈ સામે રમતા 277 રન બનાવ્યા હતા. હવે હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. SRHએ બેંગલુરુ સામે પોતાનો જ રેકોર્ડ તોડીને સ્કોર બોર્ડ પર 287 રન બનાવ્યા છે. ટ્રેવિસ હેડે SRH માટે શાનદાર સદી રમી છે. તેણે માત્ર 41 બોલમાં 102 રનની ઇનિંગ રમી છે. આ સિવાય હેનરિક ક્લાસને પણ 67 રન બનાવ્યા છે.

હૈદરાબાદના બેટ્સમેનોએ તબાહી મચાવી

હૈદરાબાદના બેટ્સમેનોએ મળીને RCBને વિશાળ ટાર્ગેટ આપ્યો છે. સૌથી પહેલા અભિષેક શર્માએ શરૂઆતમાં 22 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ઓપનિંગ ખેલાડી ટ્રેવિસ હેડે આ સિઝનની ચોથી સદી ફટકારી છે. જ્યારે હેડ આઉટ થયો ત્યારે લાગતું હતું કે હવે રન પર કાબૂ આવશે, પરંતુ બેટિંગ કરવા આવેલા હેનરિક ક્લાસને પણ એ જ સ્ટાઇલમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. તેણે 31 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 2 ચોગ્ગા અને 7 છગ્ગા લાગ્યા હતા. આ સિવાય એડન માર્કરામે પણ શાનદાર બેટિંગ કરી અને 17 બોલમાં 32 રનની ઇનિંગ રમી.

આ મેચમાં બેંગલુરુના બોલરોનો ફ્લોપ રહ્યા હતા. બેંગલુરુનો બોલર રીસ ટોપલી 4 ઓવરમાં 68 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આ સિવાય RCB તરફથી ડેબ્યૂ કરનાર ખેલાડી લોકી ફર્ગ્યુસનની પણ આ મેચમાં ખુબ જ ધોલાઈ કરી હતી. ફર્ગ્યુસને આ મેચમાં 4 ઓવરમાં 52 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. યશ દયાલે પણ 4 ઓવરમાં 51 રન અને વિજયકુમાર વ્યષક 4 ઓવરમાં 64 રન આપ્યા હતા.

IPLમાં સૌથી વધુ સ્કોર

  • 287/3 SRH vs RCB બેંગલુરુ 2024
  • 277/3 SRH vs MI હૈદરાબાદ 2024
  • 272/7 KKR vs DC વિઝાગ 2024
  • 263/5 RCB vs PWI બેંગલુરુ 2013
  • 257/7 LSG vs PK મોહાલી 2023

  • Follow us on: