• સ્ટીવ સ્મિથ IPL 2024ની હરાજીમાં અનસોલ્ડ રહ્યો
  • સ્મિથ મેદાનની જગ્યાએ કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે
  • સ્ટીવ સ્મિથની T20 કારકિર્દી પર સંકટના વાદળો

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર સ્ટીવ સ્મિથને IPL 2024ની હરાજીમાં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. આ પહેલા રાજસ્થાન રોયલ્સે હરાજી પહેલા સ્ટીવ સ્મિથને રિલીઝ કર્યો હતો. જે બાદ સ્મિથ હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. હવે, સીઝન 17 શરૂ થવાના એક અઠવાડિયા પહેલા, સ્ટીવ સ્મિથને નવી જવાબદારી મળી છે, આ વખતે સ્મિથ IPL 2024માં નવી ભૂમિકામાં જોવા મળશે. આખરે, સ્ટીવ સ્મિથ આ વખતે IPLમાં શું કામ કરતો જોવા મળશે?

સ્ટીવ સ્મિથને નવી જવાબદારી મળી

સ્ટીવ સ્મિથ IPLમાં 6 ફ્રેન્ચાઈઝી માટે રમ્યો છે. ગત વખતે સ્મિથ IPL 2023માં રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો પરંતુ સ્મિથ આ સિઝનમાં રમી શક્યો ન હતો. જે બાદ રાજસ્થાન રોયલ્સે IPL 2024ની હરાજી પહેલા સ્મિથને રિલીઝ કરી દીધો હતો અને હરાજી દરમિયાન પણ તે વેચાયા વગરનો રહ્યો હતો. હવે સ્મિથ IPL 2024માં કોમેન્ટ્રી કરતો જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે સ્મિથ મેદાનની જગ્યાએ કોમેન્ટ્રી બોક્સમાં જોવા મળશે.

સ્મિથની T20 કારકિર્દી પર સંકટના વાદળો

તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સાથે T20 સિરીઝ રમી હતી. સ્મિથે આ સિરીઝમાં બે મેચ રમી હતી અને બંને મેચમાં સ્મિથ ફ્લોપ સાબિત થયો હતો. સ્મિથે એક મેચમાં 11 રન અને બીજી મેચમાં માત્ર 4 રન બનાવ્યા હતા. જે બાદ હવે T20 વર્લ્ડકપ 2024 માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં તેનું સ્થાન જોખમમાં છે. આ અંગે સ્મિથે કહ્યું કે, હું મારી T20 કારકિર્દીને લઈને બેચેન છું, જો મને T20 વર્લ્ડકપ 2024 માટે તક મળશે તો હું ખૂબ જ ખુશ થઈશ.

IPL 2024માં કોમેન્ટ્રીની અંગ્રેજી પેનલ

હર્ષા ભોગલે, નિક નાઈટ, મેથ્યુ હેડન, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, જેક્સ કાલિસ, કેવિન પીટરસન, ડેની મોરિસન, ટોમ મૂડી, સ્ટીવ સ્મિથ, એરોન ફિન્ચ, એલન વિલ્કિન્સ, પોલ કોલિંગવુડ, સુનીલ ગાવસ્કર, સિમોન ડૌલ, ડેનિયલ વેટોરી.

  • Follow us on: