• IPL 2024ની પ્રથમ ક્વોલિફાયર મેચ KKR અને SRH વચ્ચે રમાશે
  • મેચ ટાઈ થયા વિના પણ સુપર ઓવર રમી શકાય છે
  • રિઝર્વ ડે પર વરસાદ સાથ નહીં આપે તો મેચ સુપર ઓવરથી રમાશે

IPL 2024ની પ્રથમ ક્વોલિફાયર મેચ આજે એટલે કે 21મી મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ IPL સિઝનના પ્લેઓફની તમામ 4 મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. આ સિવાય એક એવો નિયમ પણ છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. તમે આજ પહેલા ઘણા સુપર ઓવર જોઇ હશે. જ્યારે બે ટીમો વચ્ચેની મેચ ટાઈ થાય છે ત્યારે તમે બધી સુપર ઓવર જોઈ હશે. પરંતુ IPLમાં મેચ ટાઈ થયા વિના પણ સુપર ઓવર રમી શકાય છે. આવો તમને જણાવીએ કે આ અનોખો નિયમ ક્યારે અમલમાં આવશે.


ક્યારે રમાય છે સીધી સુપર ઓવર?

IPL 2024માં અત્યાર સુધીમાં કુલ 3 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. આના કારણે ટીમને પણ ઘણું નુકસાન થયું છે. ગુજરાત ટાઇટન્સ પણ પ્લેઓફની રેસમાં હતી, પરંતુ ગુજરાતને છેલ્લી બે મેચ રમવાની તક પણ મળી ન હતી અને બંને મેચો રદ કરવામાં આવી હતી. જેના કારણે ગુજરાત પ્લેઓફમાંથી બહાર થઈ ગયું હતું. આ કારણોસર, પ્લેઓફની તમામ 4 મેચો માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. જો મેચના દિવસે વરસાદના કારણે મેચ રદ્દ થાય તો પણ તે રિઝર્વ ડે પર જ રમાશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે જો રિઝર્વ ડે પર પણ મેચ નહીં રમાય તો મેચનું પરિણામ શું આવશે. આ સ્થિતિમાં, અમ્પાયર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે મેચ ઓછામાં ઓછી 5 ઓવર સુધી ચાલે. પરંતુ જો 5 ઓવર પછી પણ મેચ નહીં રમાય તો મેચ રમ્યા વિના સુપર ઓવર રમાશે.


પ્લેઓફની મેચો ક્યારે રમાશે?

જો રિઝર્વ ડે પર પણ વરસાદ સાથ નહીં આપે તો મેચ સુપર ઓવરથી રમાશે, જેથી કોઈ પણ ટીમને નુકસાન ન થાય. જો આવું થશે તો IPLના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ ટીમ મેચ ટાઈ થયા વગર સુપર ઓવર રમશે. IPL 2024 ની પ્રથમ ક્વોલિફાયર 21 મેના રોજ અમદાવાદમાં રમાશે, ત્યારબાદ એલિમિનેટર મેચ પણ 22 મેના રોજ અમદાવાદમાં રમાશે. આ પછી, બીજી ક્વોલિફાયર ચેન્નાઈના ચેપોકમાં 24મી મેના રોજ રમાશે, જ્યારે ફાઈનલ 26મી મેના રોજ ચેપોકમાં જ રમાશે.

  • Follow us on: