• T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થશે
  • યુએસ અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે રમાશે
  • એપ્રેલિના અંતમાં ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત

IPL 2024 બાદ આગામી T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. તે પહેલા ભારતીય ખેલાડીઓ IPL 2024માં પોતાની તાકાત બતાવી રહ્યા છે. દરમિયાન, BCCI પસંદગીકારો IPL 2024 વચ્ચે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. IPLમાં સારું પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓને વર્લ્ડકપની ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હવે માહિતી સામે આવી રહી છે કે યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ T20 વર્લ્ડકપ 2024માં વાપસી કરી શકે છે. જો આમ થશે તો રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનનું પત્તું કપાઈ શકે છે.

આ ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

આ બંને સ્પિન બોલર IPL 2024માં ધૂમ મચાવી રહ્યા છે.ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યુઝવેન્દ્ર ચહલ ખતરનાક બોલિંગ કરી રહ્યો છે. યુઝી ચહલે અત્યાર સુધી રમાયેલી 6 મેચમાં 11 વિકેટ પોતાના નામે કરી છે. ચહલ પણ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે.ચહલ પણ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર છે, પરંતુ હવે IPLમાં તેના જોરદાર પ્રદર્શનથી ચહલે BCCIના પસંદગીકારોને તેના નામની ચર્ચા કરવા મજબૂર કરી દીધા છે. બીજી તરફ, કુલદીપ યાદવ પણ દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. કુલદીપે 3 મેચમાં 6 વિકેટ પોતાના નામે કરી છે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ વર્લ્ડકપ માટે પોતાનો મજબૂત દાવો રજૂ કરી રહ્યા છે.

જાડેજા-અશ્વિનનું પત્તુ કપાશે?

આર અશ્વિન પ્રથમ કેટલીક મેચોમાં રાજસ્થાન તરફથી રમતા જોવા મળ્યો હતો પરંતુ છેલ્લી બે મેચમાં અશ્વિન પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. આવી સ્થિતિમાં બોલિંગમાં અશ્વિનનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. જોકે, બેટ્સમેન તરીકે અશ્વિને ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું છે. જો રવીન્દ્ર જાડેજાની વાત કરીએ તો જાડેજાનું ફોર્મ પણ સારું રહ્યું છે, જાડેજાએ અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં 4 વિકેટ ઝડપી છે. આ સિવાય બેટિંગમાં જાડેજાનું પ્રદર્શન સારું રહ્યું છે, જોકે જાડેજાને બે મેચમાં બેટિંગ કરવાની તક મળી રહી નથી. T20 વર્લ્ડકપ 2024 માટે ટીમની જાહેરાત પહેલા પ્રશંસકોના મનમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું પસંદગીકારો ફરી એકવાર જાડેજા-અશ્વિનના પત્તાં કાપીને ચહલ-કુલદીપ પર વિશ્વાસ બતાવશે. જો કે આ ટીમની જાહેરાત થયા બાદ ખબર પડશે.

  • Follow us on: