• IPLને લઇને ગૌતમ ગંભીરનું નિવેદન
  • ભારતીય ટીમમાં પ્રવેશ અંગે આપ્યુ નિવેદન
  • ટીમ ઇન્ડિયામાં રમવા અંગે ગૌતમ ગંભીરનું શું છે માનવુ

ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ક્રિકેટની ગુણવત્તાથી પ્રભાવિત છે પરંતુ તેઓ નથી ઈચ્છતા કે ફ્રેન્ચાઈઝી આધારિત ટી20 લીગ યુવા ખેલાડીઓ માટે ભારતીય ટીમમાં પ્રવેશવાનો માર્ગ બને. આવુ કેમ બોલ્યા ગૌતમ ગંભીર આવો તે વિશે જાણીએ.

T20 કરતા IPL વધુ સ્પર્ધાત્મક- ગૌતમ ગંભીર

અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનના એક પ્રોગ્રામમાં ગૌતમ ગંભીરે જણાવ્યું કે મારા માટે સૌથી મોટી ચિંતા એ છે કે કેટલા યુવાનો ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે. મને આશા છે કે આઈપીએલ ભારત માટે રમવાનો શોર્ટકટ રસ્તો સાબિત થશે નહીં. KKRના મેન્ટરે સ્વીકાર્યું કે આઈપીએલથી ભારતીય ક્રિકેટરોને ફાયદો થયો છે. તેણે કહ્યું, "આજના યુગમાં, જ્યારે હું આંતરરાષ્ટ્રીય T20 ટીમોને જોઉં છું અને જ્યારે ભારત સામે રમવાની વાત આવે છે, ત્યારે મને બે-ત્રણ ટીમો સિવાય વધુ સ્પર્ધા દેખાતી નથી. તેથી, મને લાગે છે કે આજે આઈપીએલ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ કરતાં વધુ સ્પર્ધાત્મક બની ગઈ છે.

અમારા ઘરેલુ ખેલાડીઓનું સ્તર વધ્યું- ગૌતમ ગંભીર

તેણે કહ્યું કે અમારા ઘરેલુ ખેલાડીઓનું સ્તર વધ્યું છે. જે રીતે તેઓ IPL રમવા માંગે છે, જે રીતે તે T20 ક્રિકેટ માટે તૈયારી કરે છે, મને લાગે છે કે તે T20 ક્રિકેટ રમવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.. મહત્વનું છે કે ભારતને 2011માં એક દિવસીય વિશ્વકપના ફાઇનલમાં પોતાની શાનદાર બેટિંગથી જીત અપાવનારા ગંભીરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 2012 અને 2014માં આઇપીએલનો ખિતાબ જીત્યો હતો. તેમના મેન્ટર રહેતા ટીમે હાલના સત્રમાં ટોપ સ્થાનની સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યુ છે.

હું ક્રિકેટર છું બોલિવૂડમાં નહી- ગૌતમ ગંભીર

આક્રમક ભાવ રાખનારા ગંભીરને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યુ તો કહ્યું કે ઘણીવાર લોકો મારા વિશે કહે છે કે તેઓ કદી સ્માઇલ આવતા નથી કે નથી પ્રેમ કરતા. તેઓ હંમેશા આક્રમક જ લાગે છે. ગંભીરે વધુમાં કહ્યુ કે લોકો માટે હસતો જોવા માટે નથી આવતા. લોકો મારી ટીમને જીતતી જોવા આવે છે. હું આમા કંઇ ન કરી શકું. હું એન્ટરટેનર નથી. હું બોલિવૂડ કે કોર્પોરેટરમાં નથી. હું ક્રિકેટર છું. મારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે હું એવા ડ્રેસિંગ રૂમમાં છું જે સતત જીતી રહ્યો હોય.. 

  • Follow us on: