• IPL 2024ની 65મી મેચમાં રાજસ્થાન અને પંજાબ ટકરાયા
  • પંજાબ કિંગ્સને પહેલી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો
  • ટ્રેન્ટ બોલ્ટે ભુવનેશ્વર કુમારને પાછળ છોડીને ઈતિહાસ રચ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 65મી મેચમાં રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સ સાથે ટકરાઇ. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા સંજુ સેમસનની કેપ્ટન્સીવાળી ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. 145 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને પહેલી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો.

બોલ્ટે લીધી પ્રથમ વિકેટ

રાજસ્થાન રોયલ્સ માટે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવર ફેંકી હતી. ઓવરના ચોથા બોલ પર તેણે ઓપનર પ્રભસિમરન સિંહને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. સિંઘે 4 બોલમાં 6 રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે સિંઘનો શાનદાર કેચ લીધો હતો. ચહલના કેચની સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ વિકેટ સાથે ટ્રેન્ટ બોલ્ટે ભુવનેશ્વર કુમારને પાછળ છોડીને ઈતિહાસ રચ્યો હતો. હવે બોલ્ટ IPLની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. ફાસ્ટ બોલરે લીગની પ્રથમ ઓવરમાં અત્યાર સુધીમાં 28 આઉટ કર્યા છે.


ભુવનેશ્વરે 27 વિકેટ ઝડપી હતી

આઈપીએલની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા અન્ય બોલરોની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આ યાદીમાં બીજા સ્થાને છે. ભારતીય ફાસ્ટ બોલરે લીગની પ્રથમ ઓવરમાં 27 વિકેટ ઝડપી છે. પ્રવીણ કુમાર (15) આ યાદીમાં ત્રીજા સ્થાને, દીપક ચહર-સંદીપ શર્મા (13) સંયુક્ત રીતે ચોથા સ્થાને અને ઝહીર ખાન (12) પાંચમા સ્થાને છે.

  • Follow us on: