- વિરાટ કોહલીએ રાજસ્થાન સામે સદી ફટકારી હતી
- કોહલી 72 બોલમાં 113 રન બનાવીને અણનમ રહ્યો
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 5માંથી 4 મેચમાં હાર
IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેની આગામી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાનખેડે સ્ટેડિયમમાં રમવા જઈ રહ્યું છે. RCBએ અત્યાર સુધી 5 મેચ રમી છે અને ચારમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, RCB તરફથી વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને તેની પાસે ઓરેન્જ કેપ પણ છે.
ગત મેચમાં વિરાટે રાજસ્થાન સામે શાનદાર સદી ફટકારી હતી પરંતુ તેમ છતાં RCBને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સદી બાદ ટીકાકારોએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને ટ્રોલ કર્યો હતો, જે બાદ હવે વિરાટના બાળપણના કોચે ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.
વિરાટના કોચનું નુવેદન
મીડિયા સાથે વાત કરતા વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કહ્યું કે જે લોકો આવી વાતો કરે છે, મને તેમના ક્રિકેટ જ્ઞાન પર શંકા છે. એકતરફ ટીમની વિકેટો પડી રહી છે છતાં તેઓ 130-135નો સ્ટ્રાઈક રેટ જાળવી રહ્યા છે. જે લોકો ક્રિકેટ વિશે કંઈપણ જાણે છે તેઓ આવી વાત નહીં કરે.
વાસ્તવમાં, ટીકાકારોએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી પર એમ કહીને ટીકા કરવાનો પ્રયાસ કર્યો કે વિરાટે ખૂબ જ ધીમી ઇનિંગ રમી હતી. જેના કારણે RCB ઓછા રન બનાવી શક્યું હતું. આ એ જ લોકો છે જેઓ વિરાટના નામે ફેમસ થવા માંગે છે. તેઓ વિરાટ કોહલીને ટ્રોલ કરીને સમાચારમાં રહેવા માંગે છે કારણ કે જો તેઓ બીજા કોઈના માટે બોલશે તો સમાચાર નહીં બને.
વિરાટે IPLમાં 8મી સદી ફટકારી
વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે તેની IPL કારકિર્દીની આઠમી સદી ફટકારી હતી. વિરાટે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ મેચમાં વિરાટ કોહલી 72 બોલમાં 113 રન બનાવીને અણનમ રહ્યો હતો. જેના કારણે RCBનો સ્કોર 183 રન પર પહોંચ્યો હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સ માટે જોશ બટલરે 58 બોલમાં સદી ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી. જેના કારણે વિરાટને વધુ ટીકાનો સામનો કરવો પડ્યો હતો.