- ગુજરાત ટાઈટન્સને મળી શકે નવો કેપ્ટન
- શુભમન ગિલ કે કેન વિલિયમસન બની શકે ગુજરાતનો કેપ્ટન
- હાર્દિકનું મુંબઈમાં જવું લગભગ નક્કી
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ બની શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાર્દિક પંડ્યા ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. જો હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે તો ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન કોણ હશે? જો કે, એવું માનવામાં આવે છે કે ગુજરાત ટાઇટન્સ મેનેજમેન્ટ ટીમની કમાન ભારતીય યુવા ઓપનર શુભમન ગિલ અથવા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને સોંપી શકે છે.
ગુજરાત ટાઇટન્સ આ ખેલાડીઓ પર દાવ લગાવી શકે
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગુજરાત ટાઇટન્સના નવા કેપ્ટનની રેસમાં શુભમન ગિલ સૌથી આગળ છે. આ ઉપરાંત કેન વિલિયમસનના નામની પણ ચર્ચા થઈ રહી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે ગુજરાત ટાઇટન્સ મેનેજમેન્ટ કેન વિલિયમસન કરતાં શુભમન ગિલને પ્રાધાન્ય આપી શકે છે. તેમજ કેપ્ટનની રેસમાં રાશિદ ખાનના નામ પર પણ વિચાર કરી શકાય છે. ગત સિઝનમાં જ્યારે હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે રાશિદ ખાને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કર્યું હતું.
...તો શુભમન ગિલનું કેપ્ટન બનવું નિશ્ચિત છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત ટાઇટન્સ મેનેજમેન્ટનું માનવું છે કે, શુભમન ગિલ ઠંડો સ્વભાવ ધરાવે છે. આ ઉપરાંત શુભમન ગિલમાં વધુ સારા કેપ્ટન બનવાના તમામ ગુણો છે. આ કારણોસર શુભમન ગિલ કેપ્ટન બનશે તે લગભગ નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે તે નિશ્ચિત માનવામાં આવે છે. IPL સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 15 કરોડ રૂપિયાની વાતચીત થઈ છે. આ રીતે હાર્દિક પંડ્યાના બદલામાં, ગુજરાત ટાઇટન્સ મુંબઈ ઇન્ડિયન્સના કોઈપણ ખેલાડીને તેમની ટીમનો ભાગ બનાવશે નહીં.