IPL 2025ની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં RCB પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે આવેલા વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં ઈતિહાસ રચ્યો. વિરાટ કોહલીએ 1 ચોગ્ગો ફટકારીને ઈતિહાસ રચ્યો છે. વિરાટ કોહલીએ શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખ્યો.


વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીએ પંજાબ સામે ચોગ્ગો ફટકારીને ઈતિહાસ રચ્યો. તેને શિખર ધવનને પાછળ છોડ્યો, જેને IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હાલમાં વિરાટ કોહલીએ IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

આ સમાચાર લખાયા ત્યાં સુધી વિરાટ કોહલીએ 769 ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે ધવને 768 ચોગ્ગા ફટકાર્યા છે. ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે, જેને IPLમાં 663 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા 640 ચોગ્ગા સાથે ચોથા સ્થાને છે.

વિરાટ કોહલીએ અપાવી શાનદાર શરૂઆત

પંજાબ કિંગ્સ સામેની ફાઈનલ મેચમાં, વિરાટ કોહલીએ તેની ટીમ RCBને મજબૂત શરૂઆત અપાવી. તેને કોઈ જોખમી શોટ રમ્યા નહીં. RCB અને પંજાબ કિંગ્સ બંને પોતાનો પહેલો IPL ખિતાબ જીતવા માટે જંગ લડી રહ્યા છે. બેંગ્લુરુ અને પંજાબ 18 વર્ષના દુષ્કાળનો અંત લાવવા માંગે છે.

IPL ઈતિહાસમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ખેલાડી

રેન્કખેલાડીનું નામચોગ્ગાની સંખ્યા
1વિરાટ કોહલી769*
2શિખર ધવન768
3ડેવિડ વોર્નર663
4રોહિત શર્મા640


  • Follow us on: