આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સે તેમના કેપ્ટન કેએલ રાહુલને મેગા ઓક્શન પહેલા રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ રાહુલ એલએસજી છોડશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. કેએલ રાહુલે એલએસજી છોડવા પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે.


રાહુલનું નિવેદન આવ્યું સામે

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતાં રાહુલે કહ્યું કે “હું નવેસરથી શરૂઆત કરવા માંગતો હતો, હું મારા વિકલ્પો શોધવા માંગતો હતો અને જ્યાં મને થોડી સ્વતંત્રતા મળે ત્યાં હું રમવા માંગતો હતો. ટીમનું વાતાવરણ હળવું હશે, કેટલીકવાર તમારે ફક્ત આગળ વધવાની અને તમારા માટે કંઈક સારું શોધવાની જરૂર છે.

 

2022માં રમી હતી છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ

કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2022માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ત્યારથી તેને ટી20 ટીમમાં તક મળી નથી. હવે ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે રાહુલે કહ્યું કે તે જાણે છે કે ભારતીય ટીમમાં વાપસી કરવા માટે તેને શું કરવાની જરૂર છે. તે IPL 2025 નો ઉપયોગ તેના કમબેક માટે પ્લેટફોર્મ તરીકે કરવા માટે ઉત્સુક છે.

 

કઈ ટીમો લગાવશે બોલી?

એલએસજી સાથે અલગ થયા બાદ કેએલ રાહુલ આ વખતે મેગા ઓક્શનનો ભાગ છે. હવે ફેન્સની નજર આ વખતે કેએલ રાહુલ કઈ ટીમનો ભાગ બનવા જઈ રહ્યો છે તેના પર અટકેલી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ ટીમ રાહુલને નિશાન બનાવી શકે છે. મેગા ઓક્શનમાં રાહુલની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે.

  • Follow us on: