ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરનો પુત્ર આર્યન અચાનક જ ચર્ચામાં આવી ગયો છે. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી કરાવ્યા બાદ આર્યન હવે છોકરામાંથી છોકરીમાં પરિવર્તિત થયો છે. આર્યનમાંથી અનાયા બની ગયેલા પૂર્વ ભારતીય ક્રિકેટરના પુત્રની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.
આ પોસ્ટમાં આર્યનએ જણાવ્યું છે કે તેને ક્રિકેટની રમત કેટલી પસંદ છે, પરંતુ ટ્રાન્સજેન્ડર મહિલા ક્રિકેટરો માટે નિયમોની ગેરહાજરીને કારણે તે આ રમતમાંથી સમર્થન ગુમાવી રહ્યો છે. તેણે આર્યનથી અનાયા બનવા સુધીની તેની મુશ્કેલ સફરનો પણ ઉલ્લેખ કર્યો છે.
આર્યનની ઈમોશનલ પોસ્ટ
આર્યન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે પેજની લાંબી પોસ્ટમાં તેની દર્દનાક કહાની શેર કરી છે. તેને કહ્યું કે તે તેના પિતાને રમતા જોઈને આ રમતમાં જોડાવા માટે પ્રેરિત થયો હતો. આ સાથે તેને 22 યાર્ડની પીચ પર રમવા માટે દિવસ-રાત મહેનત કરી હતી.
તેને મહિલા ક્રિકેટર સાથે ટ્રાન્સજેન્ડર મહિલાને રમવા અંગે કોઈ નિયમ ન હોવા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. ભૂતપૂર્વ ક્રિકેટરના પુત્રએ કહ્યું કે તેને ક્યારેય કલ્પના પણ ન હતી કરી કે તે જે રમતને આટલો પ્રેમ કરે છે તેનાથી તે દૂર થઈ જશે. આર્યનએ જણાવ્યું કે, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીમાંથી પસાર થયા પછી, તેના શરીરમાં ઘણા ફેરફારો થયા છે અને તેની સ્નાયુ શક્તિ અને શક્તિ પહેલા કરતા ઘણી ઓછી થઈ રહી છે.
https://www.instagram.com/p/DAPHqRAMy-S/
નિયમો પર ઉઠાવ્યા સવાલો
આર્યને ટ્રાન્સજેન્ડર મહિલા ક્રિકેટરો માટે યોગ્ય નિયમોના અભાવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેને લખ્યું કે હું આ રમત છોડી રહ્યો છું કારણ કે મારામાં ટેલેન્ટની કમી નથી, પરંતુ નિયમોના અભાવને કારણે મારે આ રમતથી દૂર રહેવું પડી રહ્યું છે. પોતાની પોસ્ટના અંતમાં આર્યનએ માંગ કરી છે કે ટ્રાન્સજેન્ડર મહિલાઓને પણ આ ગેમ રમવાની અને તેમનું કૌશલ્ય બતાવવાની પૂરતી તકો મળવી જોઈએ.