• મેગા ઓક્શન સામે ઘણી ફ્રેન્ચાઈઝીએ અવાજ ઉઠાવ્યો
  • બેઠકમાં રિટેન્શનની સંખ્યાને લઈને લેવાશે નિર્ણય
  • શાહરૂખ ખાન મોટી સંખ્યામાં ખેલાડીઓને જાળવી રાખવાના પક્ષમાં

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં મેગા ઓક્શનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ માટે IPL માલિકો મુંબઈમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્યાલયમાં ભેગા થયા છે. આ સમયે એક મોટા સમાચાર ચર્ચામાં આવ્યા છે.

નેસ વાડિયા સાથે શાહરૂખ ખાનની દલીલ

મળતી માહિતિ અનુસાર મેગા ઓક્શન સામે ઘણી ફ્રેન્ચાઈઝીએ અવાજ ઉઠાવ્યો છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના માલિક શાહરૂખ ખાન પણ સામેલ છે. રિપોર્ટ અનુસાર શાહરૂખે આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન તેની પંજાબ કિંગ્સના કો-ઓનર નેસ વાડિયા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાસ્તવમાં, શાહરૂખ ખાન મોટી સંખ્યામાં ખેલાડીઓને જાળવી રાખવાના પક્ષમાં હતો, જ્યારે વાડિયાનો મત અલગ હતો. તે ઘણા ખેલાડીઓને જાળવી ન રાખવા માંગતો હતો. બેઠકમાં રિટેન્શનની સંખ્યા નક્કી કરવામાં આવશે. જો બીસીસીઆઈ મેગા ઓક્શન સમાપ્ત કરવાનો નિર્ણય લેશે તો રિટેન્શનનો મુદ્દો પણ ખતમ થઈ જશે.

 

કઈ ટીમના માલિકો સામેલ રહ્યા

આ બેઠકમાં લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા, દિલ્હી કેપિટલ્સના કિરણ કુમાર ગાંધી, ચેન્નાઈ સુપર કિંગ્સના રૂપા ગુરુનાથ, સનરાઈઝર્સ હૈદરાબાદના કાવ્યા મારન સામેલ થયા. કેટલાક માલિકો વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની નીતા અંબાણીનો પણ સમાવેશ થાય છે.

  • Follow us on: