IPL 2025ને લઈને નવા નિયમો આવ્યા છે. હવે ટીમો 6 ખેલાડીઓને જાળવી શકશે. જેમાં પાંચ કેપ્ડ અને એક અનકેપ્ડ પ્લેયર સામેલ હશે. ટીમો કેપ્ડ પ્લેયર્સને અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી શકે છે. પરંતુ આ માટે એક નિયમ પણ બનાવવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ ન રમનાર ખેલાડીઓને અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી રાખી શકાય છે. આ લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીની સાથે પીયૂષ ચાવલાનું નામ પણ જોડાઈ શકે છે.


અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે ધોની

ધોની લાંબા સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે અને ટીમ તેને છોડવા માંગતી નથી. તેથી, તેને ફરી એક વખત જાળવી શકાય છે. પરંતુ તે અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ લિસ્ટમાં પિયુષ ચાવલાનું નામ પણ જોડાઈ શકે છે. પીયૂષ ચાવલાને મુંબઈ ઈન્ડિયન્સ અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખી શકે છે. તેને ભારત માટે તેની છેલ્લી વનડે 2011માં અને તેની છેલ્લી ટેસ્ટ 2012માં રમી હતી.

સંદીપ શર્માને રિટેન કરી શકે છે રાજસ્થાન

રાજસ્થાન રોયલ્સ સંદીપ શર્માને રિટેન કરી શકે છે. સંદીપે ટીમ ઈન્ડિયા માટે માત્ર 2 T20 મેચ રમી છે. તેને 2015માં ડેબ્યૂ કર્યું હતું અને તે જ વર્ષે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી. સંદીપનો સ્થાનિક ક્રિકેટમાં સારો રેકોર્ડ છે અને તેને આઈપીએલમાં પણ ઘાતક બોલિંગ કરી છે. સંદીપે 126 IPL મેચમાં 137 વિકેટ લીધી છે.

અનકેપ્ડ પ્લેયર્સને જાળવી રાખવાની કિંમત

તમને જણાવી દઈએ કે અનકેપ્ડ પ્લેયર્સને જાળવી રાખવાની કિંમત 4 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. 18 કરોડ રૂપિયાની સાથે સાથે કેપ્ડ ખેલાડીઓ માટે અન્ય કેટેગરી પણ નક્કી કરવામાં આવી છે. આ વખતે હરાજીમાં ટીમોના પર્સમાં વધુ પૈસા હશે. તેને વધારીને 120 કરોડ રૂપિયા કરવામાં આવી છે. તેથી, ખેલાડીઓને આનો ફાયદો થશે. ખેલાડીઓને કોન્ટ્રાક્ટમાં મળેલી રકમની સાથે મેચ ફી પણ મળશે.


  • Follow us on: