• ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ
  • અત્યાર સુધી હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી ટીમોનો દબદબો જોવા મળ્યો
  • આજે 7મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે. આ દરમિયાન બે ડબલ હેડર પણ રમાયા હતા. આજે 17મી સિઝનની 7મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. લીગની આ સિઝનમાં અત્યાર સુધી હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી ટીમોનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલી ટીમનો વિજય થયો છે.

ચેન્નાઈએ જીત સાથે શરૂઆત કરી

IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થયો હતો. ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ CSKએ 6 વિકેટે જીતી લીધી હતી. આ સિઝનની બીજી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું હતું. આ મુકાબલામાં પંજાબના હોમ ગ્રાઉન્ડ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર ખાતે થઈ હતી. 17મી સિઝનની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ દિલ્હીને 4 રને હરાવ્યું હતું. આ ટક્કર કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડનમાં થઈ હતી.

GT હોમ ગ્રાઉન્ડ પર જીત્યું

IPL 2024ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 20 રને હરાવ્યું હતું. આ મેચ આરઆરના હોમ ગ્રાઉન્ડ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. 17મી સિઝનની 5મી મેચ ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઇ હતી. આ મેચમાં જીટીએ મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. આ સિઝનની છઠ્ઠી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું.

  • Follow us on: