• સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પ્રવેશ કર્યો હતો
  • સરફરાઝ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઈતિહાસનો 311મો ખેલાડી બન્યો
  • સરફરાઝે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં જે રીતે બેટિંગ કરી તે પણ ચર્ચાનો વિષય બની

સરફરાઝ ખાને રાજકોટ ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પ્રવેશ કર્યો હતો. સરફરાઝ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઈતિહાસનો 311મો ખેલાડી બન્યો છે. ટેસ્ટ કેપ મેળવ્યા બાદ તેણે ઘણી હેડલાઈન્સ બનાવી છે. અને તેની ચર્ચા કેમ ન કરીયે, સરફરાઝે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં જે રીતે બેટિંગ કરી તે પણ ચર્ચાનો વિષય હતો. બેઝબોલને પ્રમોટ કરી રહેલા ઈંગ્લેન્ડના બોલરો સરફરાઝે ઝટકો આપ્યો હતો. તેણે ટેસ્ટમાં તેની પ્રથમ ઈનિંગમાં 48 બોલમાં પ્રથમ અર્ધસદી ફટકારી હતી. તે પછી તેણે 66 બોલમાં 62 રન બનાવ્યા પરંતુ જે રીતે તે રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો તેણે પણ ઘણી ચર્ચાઓ થઇ હતી. હવે તેનો બેઝબોલ અવતાર જોઈને આગામી આઈપીએલમાં તેના રમવાની પણ ચર્ચા થવા લાગી છે.

દિલ્હી કેપિટલ્સ માટે વિકેટકીપર બેટ્સમેન હતો સરફરાઝ

સરફરાઝ ખાનની વાત કરીએ તો, તે IPL 2024ની હરાજીમાં વેચાયો ન હતો. તેને કોઈપણ ટીમે ખરીદ્યો નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન એવું છે કે દરેકને આશ્ચર્ય થશે કે IPLમાં તેની સાથે શું થશે. સરફરાઝ ગયા વર્ષે પણ IPL રમ્યો હતો અને 2017થી આ લીગમાં રમી રહ્યો છે. પરંતુ તે ક્યારેય ચમક્યો નહીં. ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરફરાઝે આઈપીએલ રમવું જોઈએ. 2023માં રિષભ પંતની ગેરહાજરીમાં સરફરાઝ ખાન વિકેટકીપર બેટ્સમેન તરીકે રમ્યો હતો.

IPL 2024માં કેવી રીતે થઈ શકે છે એન્ટ્રી?

સરફરાઝ ખાનની વાત કરીએ તો હાલમાં તે કોઈ ટીમનો ભાગ નથી. જો IPL 22 માર્ચથી શરૂ થશે તો ટ્રેડ વિન્ડો 22 ફેબ્રુઆરી સુધી જ ખુલ્લી રહેશે. કારણ કે ટ્રેડ વિન્ડો સિઝનની શરૂઆતના એક મહિના પહેલા ખુલે છે. જ્યારે કોઈ ખેલાડી ટીમનો ભાગ હોય ત્યારે ટ્રેડ થાય છે. સરફરાઝ કોઈ ટીમમાં સામેલ નથી. તે અર્થમાં, નિયમો અનુસાર, સરફરાઝ ખાન માટે ટ્રેડના માર્ગો બંધ છે. ઘણા લોકો એવું પણ માનતા હશે કે શું IPLમાં સરફરાઝ માટે દરવાજા બંધ થઈ ગયા છે. પરંતુ એવું નથી, બે શરતો છે જેમાં ટીમ સરફરાઝ ખાનને લઈ શકે છે.

2015 થી 2023 સુધી IPLમાં સરફરાઝનું પ્રદર્શન


વર્ષમેચરનએવરેજ50/100
20151311127.750/0
2016056633.000/0
2018075110.200/0
20190818045.001/0
2020053316.500/0
2022102000.000/0
2022069130.330/0
2023045313.250/0

શું છે 2 શરતો?

જો કોઈપણ ટીમનો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે અને તે આખી સિઝનમાંથી બહાર થઈ જાય છે તો તે ટીમ સરફરાઝ ખાન પર દાવ લગાવી શકે છે. બીજી શરત એ છે કે જો કોઈ ખેલાડી આખી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચે છે તો સરફરાઝને તેના સ્થાને ટીમમાં એન્ટ્રી મળી શકે છે. આ અંગે અગાઉથી અનુમાન લગાવવું ખોટું હશે કારણ કે તમે કોઈની ઈજા કે નામ પાછું ખેંચવાનું અનુમાન લગાવી શકતા નથી.

  • Follow us on: