• જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની મેચમાં 500 ફર્સ્ટ ક્લાસ વિકેટ પૂરી કરી
  • જાડેજાએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 112 રનની શાનદાર ઇનિંગ રમી
  • ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ એ ત્રણ કે તેથી વધુ દિવસ રમાતો ક્રિકેટનો પ્રકાર છે

અશ્વિન બાદ હવે રવિન્દ્ર જાડેજાએ પણ ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં 500 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. આ પહેલા અશ્વિને 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. હવે જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની મેચમાં 500 ફર્સ્ટ ક્લાસ વિકેટ પૂરી કરી લીધી છે.

જાડેજાએ લીધી 500 ફર્સ્ટ ક્લાસ વિકેટ

રાજકોટ ટેસ્ટના બીજા દિવસે અશ્વિને તેની 500મી ટેસ્ટ વિકેટ લીધી હતી. હવે મેચના ત્રીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ તેની 500મી ફર્સ્ટ ક્લાસ વિકેટ લઇ રેકોર્ડ બનાવ્યો છે. બોલિંગ પહેલા જાડેજાએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 112 રનની શાનદાર ઇનિંગ રમી.

શું છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ?

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ એ ત્રણ કે તેથી વધુ દિવસ રમાતો ક્રિકેટનો પ્રકાર છે. ફર્સ્ટ ક્લાસ મેચમાં બન્ને ટીમો બે-બે ઇનિંગ રમે છે અને તેમાં બનાવેલા રનના ટોટલના આધારે ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. જો કે પ્રેક્ટિસમાં ટીમ માત્ર એક જ ઇનિંગ રમી શકે છે. ભારતમાં રમાતી રણજી મેચ એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ટેસ્ટ મેચને પણ ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જાડેજાની ભારતની ધરતી પર 200મી ટેસ્ટ વિકેટ

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને આઉટ કરીને એક ખાસ સિદ્ધિ મેળવી છે. જાડેજાએ સ્ટોક્સને આઉટ કરતાની સાથે જ ભારતમાં તેની 200મી ટેસ્ટ વિકેટ લીધી હતી. જાડેજા ભારતીય ધરતી પર 200 ટેસ્ટ વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર બન્યો છે.


જાડેજા ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જડ્ડુએ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 5 વિકેટ અને 87 રન બનાવ્યા હતા. આ પછી, તે બીજી ઇનિંગમાં 2 રન પર આઉટ થયો હતો.

ઇજાના કારણે ના રમ્યો વિશાખાપટ્ટનમ ટેસ્ટ

ઈજાના કારણે જાડેજા વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં રમી શક્યો ન હતો. હવે તેણે ફરી એકવાર રાજકોટ ટેસ્ટ દ્વારા પુનરાગમન કર્યું અને અજાયબીઓ કરી. રાજકોટમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ઓલરાઉન્ડરે 112 રન બનાવ્યા અને પછી બોલિંગમાં 2 વિકેટ લીધી.

  • Follow us on: