આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા ખેલાડીઓની રિટેન કરવામાં આવેલું લિસ્ટજાહેર કરવામાં આવનાર છે. તમામ 10 ટીમો તેમના ખેલાડીઓનું લિસ્ટ 31 ઓક્ટોબર એટલે કે ગુરુવારે BCCIને સુપરત કરવા જઈ રહી છે. ટીમો માટે તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરાત કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર, 2024 સાંજે 5:00 વાગ્યે નક્કી કરવામાં આવી છે.


ઘણા મોટા નામો રિલીઝ થઈ શકે છે

દર વર્ષે IPLમાં ઘણા મોટા નામ બહાર કરવામાં આવી શકે છે. ફ્રેન્ચાઈઝીઓ તેમની ટીમમાં સુધારો કરવા માટે ખેલાડીઓને રિલીઝ કરવાનું નક્કી કરે છે. ફેન્સ એ જાણવા ઉત્સુક છે કે દસ ફ્રેન્ચાઈઝીઓ કયા ખેલાડીઓને જાળવી રાખશે. રિષભ પંત, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને મોહમ્મદ શમી જેવા ક્રિકેટ સ્ટાર્સને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ તમામ ખેલાડીઓને રિલીઝ કરવામાં આવી શકે છે.

રોહિતને રિટેન કરવામાં આવશે કે નહીં?

ગત સિઝનમાં મોટા ફેરફારો બાદ રોહિત શર્માને લઈને અનેક પ્રકારના સમાચાર આવવા લાગ્યા હતા. હાર્દિક પંડ્યા મુંબઈ આવીને ટીમના કેપ્ટન બન્યા બાદ રોહિત શર્મા બીજી કોઈ ટીમમાં રમશે તેવી ચર્ચા ચાલી રહી હતી. આ સિવાય ગત સિઝનમાં રિષભ પંતે વાપસી કરીને દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી. પરંતુ હવે તેને ટીમમાંથી બહાર કરી શકાય છે.

આ રીતે તમે ફ્રીમાં લાઈવ જોઈ શકો છો

IPL 2025 રીટેન્શનની જાહેરાત ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18 નેટવર્ક્સ પર 31 ઓક્ટોબરે સાંજે 4:00 PM IST પર પ્રસારિત કરવામાં આવશે. આ સિવાય ફેન્સ સાંજે 4:30 વાગ્યાથી જિયો સિનેમા એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. જિયો પર લાઈવ રીટેન્શન ફ્રીમાં જોઈ શકાય છે. IPL ગવર્નિંગ કાઉન્સિલે આ વર્ષે અપડેટેડ રીટેન્શન નિયમો રજૂ કર્યા છે, જે હેઠળ ટીમો વધુમાં વધુ છ ખેલાડીઓને જાળવી શકે છે, જેમાં મહત્તમ પાંચ કેપ્ડ અને બે અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ થાય છે.


  • Follow us on: