- RCB અને KKRની ટીમો સામસામે ટકરાશે
- બધાની નજર રિંકુ સિંહ અને યશ દયાલ પર રહેશે
- ગુજરાત ટાઇટન્સે દયાલને રિલિઝ કર્યો હતો
આજે જ્યારે RCB અને KKRની ટીમો સામસામે ટકરાશે ત્યારે બધાની નજર રિંકુ સિંહ અને યશ દયાલ પર રહેશે. તેનું કારણ છે છેલ્લી સિઝનમાં રિંકુ સિંહની ખતરનાક સ્ટાઈલ જે તેણે યશ દયાલની એક ઓવરમાં 5 સિક્સર ફટકારીને બતાવી હતી. ગત સિઝનમાં યશ દયાલ ગુજરાત ટાઇટન્સ સાથે હતો અને આ વખતે તે RCB સાથે છે. જ્યારે રિંકુ સિંહ તેની જૂની ટીમ KKR સાથે રમી રહ્યો છે. જો મેચ દરમિયાન રિંકુ અને યશ દયાલ બોલ અને બેટ સાથે હરીફાઈ કરશે તો તે જોવા જેવું રહેશે. પ્રશંસકો પણ ઉત્સુકતા સાથે રાહ જોઈ રહ્યા છે કે રિંકુ સિંહ ફરી એકવાર યશ દયાલ સામે આક્રમક વલણ બતાવશે કે યશ દયાલ રિંકુને આઉટ કરીને પાંચ સિક્સરની બરાબરી કરશે.
યશ દયાલનું શું કહેવું છે?
એ વાત ચોક્કસ છે કે યશ દયાલ આજે પણ રિંકુ સિંહના 5 છગ્ગાને ભૂલ્યા નથી. પંજાબ સામેની મેચમાં યશ દયાલે 4 ઓવરમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી. જીત બાદ મોહમ્મદ સિરાજે તેની મુલાકાત લીધી હતી. જેમાં દયાલને રિંકુ સિંહના તે 6 છગ્ગા વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં દયાલે કહ્યું હતું કે આ વાત આજે પણ તેમને પરેશાન કરે છે. તેણે કહ્યું હતું કે મેચ પછી સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોઈને તે કેવી રીતે ઉદાસ થઈ ગયો. આટલું જ નહીં, દયાલ તેના વિશે એટલું વિચારવા લાગ્યો કે તે બીમાર પડી ગયો.
મેચમાં શું થયું હતું?
આ મેચ ગુજરાત ટાઇટન્સ અને KKR વચ્ચે રમાઈ હતી. KKRને છેલ્લી ઓવરમાં જીતવા માટે 28 રનની જરૂર હતી. તે સમયે ઉમેશ યાદવ અને રિંકુ સિંહ ક્રિઝ પર હતા. બોલિંગની જવાબદારી યશ દયાલના હાથમાં હતી. ઉમેશ યાદવે પ્રથમ બોલ પર સિંગલ લીધો અને રિંકુ સિંહને સ્ટ્રાઇક આપી. આ પછી રિંકુએ બાકીના 5 બોલ પર એક પછી એક એમ 5 સિક્સર ફટકારીને KKR માટે મેચ જીતી લીધી. આ પછી યશ દયાલની બોલિંગની ખૂબ ટીકા થઈ હતી. બાદમાં ગુજરાત ટાઇટન્સે પણ તેને ટીમમાંથી રિલિઝ કર્યો હતો.