- આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ ટેસ્ટ મેચ
- નોર્ધન આયરલેન્ડના સ્ટોરમોન્ટ બેલફાસ્ટ સ્ટેડિયમમાં રમાઈ
- નોર્ધન આયર્લેન્ડે આ મેચની યજમાની કરીને ઈતિહાસ રચ્યો
દુનિયાભરમાં ઘણી એવી ક્રિકેટ મેચો છે, જેમાં બેટ્સમેન કે બોલર પોતાના શાનદાર પ્રદર્શનથી ઈતિહાસ રચતા જોવા મળે છે, પરંતુ હવે એક દેશ અને તેના મેદાને જ ઈતિહાસ રચ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની. આ મેચ નોર્ધન આયરલેન્ડના સ્ટોરમોન્ટ બેલફાસ્ટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
નોર્ધન આયર્લેન્ડે ઇતિહાસ રચ્યો
નોર્ધન આયર્લેન્ડે આ મેચની યજમાની કરીને ઈતિહાસ રચ્યો છે. નોર્ધન આયરલેન્ડ પુરુષોની ટેસ્ટ મેચની યજમાની કરનારો 23મો દેશ બની ગયો છે. નોર્ધન આયર્લેન્ડ યુનાઇટેડ કિંગડમ હેઠળનો દેશ છે. તે સ્કોટલેન્ડ પછી સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રદેશ પણ છે.
યુવા ખેલાડીઓથી ભરેલી છે ઝિમ્બાબ્વેની ટીમ
બીજી તરફ, આયર્લેન્ડ 2018માં 22મું રાષ્ટ્ર બન્યું જ્યારે તેણે માલાહાડેમાં પાકિસ્તાન સામે તેની પ્રથમ ટેસ્ટ રમી. ખાસ વાત એ છે કે ઝિમ્બાબ્વેની 15 સભ્યોની ટીમમાંથી 13 ખેલાડીઓએ 10 કે તેથી ઓછી ટેસ્ટ રમી છે. આયર્લેન્ડ તરફથી રમતા પીજે મૂર બે દેશો માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 17મો ખેલાડી છે. તે આ પહેલા ઝિમ્બાબ્વે તરફથી પણ રમી ચૂક્યો છે.
ટીમે 210 રન બનાવ્યા હતા
મેચની વાત કરીએ તો આ મેચમાં ઝિમ્બાબ્વેની શરૂઆત શાનદાર રહી હતી. તેણે 97 રન સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ તે પછી વિકેટો પડતી રહી. એક પછી એક વિકેટો પડતી રહી અને ટીમ 71.3 ઓવરમાં માત્ર 210 રન બનાવીને આઉટ થઈ ગઈ.
બેરી મેકકાર્થી અને એન્ડી મેકબ્રાયનનું શાનદાર પ્રદર્શન
આયર્લેન્ડ માટે બેરી મેકકાર્થીએ શાનદાર પ્રદર્શન કરતા 15.3 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ લીધી હતી જ્યારે એન્ડી મેકબ્રાયને 13 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. માર્ક એડેરે 18 ઓવરમાં 49 રન આપીને 2 વિકેટ લીધી હતી. ક્રેગ યંગ અને કર્ટિસ કેમ્ફરને એક-એક વિકેટ મળી હતી.