• ભારત અને શ્રીલંકા વચ્ચે ODI અને T20 સિરીઝ રમાવાની છે
  • ગિલને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે
  • તેને ટેસ્ટ માટે વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે

ભારત અને શ્રીલંકા વચ્ચે ODI અને T20 સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા તે ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમનો કેપ્ટન હતો. પરંતુ તે યુવા ટીમ ઈન્ડિયા હતી. હવે તે સિનિયર ટીમનો વાઈસ કેપ્ટન છે. ગિલને બીજી મોટી જવાબદારી મળી શકે છે. તેને ટેસ્ટ માટે વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા હાલમાં ગિલની સરખામણીમાં દરેક રીતે પાછળ દેખાઈ રહ્યો છે.

ગિલ ભારતનો ભાવિ કેપ્ટન

ટીમ ઈન્ડિયાના નિર્ણય પર નજર કરીએ તો તેઓ ગિલને ભાવિ કેપ્ટન તરીકે જોઈ રહ્યા છે. એક અહેવાલ અનુસાર, ગિલને હવે ODI-T20 બાદ ટેસ્ટમાં પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ સિરીઝ દરમિયાન ગિલને જવાબદારી મળી શકે છે. ગિલની અત્યાર સુધીની કારકિર્દી સારી રહી છે. તે IPLમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે અને હવે ટીમ ઇન્ડિયામાં મોટી જવાબદારી માટે તૈયાર છે.

હાર્દિક પંડ્યાએ ગુમાવી કેપ્ટનશિપ

ભારતે તાજેતરમાં સૂર્યકુમાર યાદવને T20 કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. રોહિત શર્માની T20 નિવૃત્તિ બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે પંડ્યાને આ જવાબદારી મળી શકે છે. પરંતુ આ થઈ શક્યું નહીં. પંડ્યા કેપ્ટનની વાત તો છોડો, તે વાઈસ કેપ્ટન પણ ન બની શક્યો હતો. તેથી, તે હાલમાં નેતૃત્વની રેસમાંથી બહાર છે. હવે સૂર્યાની સાથે શુભમન ગિલ પણ કેપ્ટનશિપ માટે તૈયાર થઈ રહ્યો છે.

ગિલનું આતરરાષ્ટ્રીય પ્રદર્શન

શુભમન ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ફિટ બેસે છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 25 ટેસ્ટ રમી છે. આ દરમિયાન 1492 રન બનાવ્યા છે. તેણે 4 સદી અને 6 ફિફ્ટી ફટકારી છે. ગિલે ભારત માટે 44 વનડે મેચોમાં 2271 રન બનાવ્યા છે. આ સાથે તેણે 19 T20 મેચમાં 505 રન બનાવ્યા છે.

  • Follow us on: