- IPL 2025 પહેલા ઘણી ટીમોમાં મોટો બદલાવ જોવા મળશે
- વસીમ જાફર પંજાબ કિંગ્સના આગામી હેડ કોચ બની શકે
- ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ હેડ કોચ ટ્રેવર બેલિસ કાર્યકાળ થશે સમાપ્ત
IPL 2025માં ઘણી ટીમોમાં બદલાવ જોવા મળશે. પંજાબ કિંગ્સમાં નવા હેડ કોચ બનવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરને પંજાબ કિંગ્સના આગામી હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. ફ્રેન્ચાઇઝી ટ્રેવર બેલિસના સ્થાને ભારતીય કોચની શોધમાં હતી, જેઓ તેમના બે વર્ષના કોચિંગ દરમિયાન ટીમને પ્લેઓફમાં લઈ જવામાં નિષ્ફળ રહ્યા હતા.
જાફર પંજાબ કિંગ્સના બનશે હેડ કોચ
એક અહેવાલ મુજબ, રણજી ટ્રોફીના ઇતિહાસમાં સર્વકાલીન ટોચનો સ્કોરર વસીમ જાફર પંજાબ કિંગ્સનો હેડ કોચ બની શકે છે. જાફર માટે પંજાબ કિંગ્સની ટીમ નવી નથી. અગાઉ તેણે ટીમના બેટિંગ કોચ (2019-21) અને બેટિંગ સલાહકાર (2023) તરીકે કામ કર્યું છે. ભૂતપૂર્વ બેટ્સમેને ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ઘણું કોચિંગ કર્યું છે. તેમણે બાંગ્લાદેશ યુવા ટીમના બેટિંગ કોચ તરીકે સેવા આપી હતી અને ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તરાખંડ અને ઓડિશાના હેડ કોચ તરીકે પણ સેવા આપી હતી.
ટ્રેવર બેલિસ કાર્યકાળ થશે સમાપ્ત
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ હેડ કોચ બેલિસ, જેમણે 2012 અને 2014માં કોલકાતા નાઇટ રાઇડર્સના મુખ્ય કોચ તરીકે બે IPL ટાઇટલ પણ જીત્યા છે, તેઓ IPL 2023 પહેલા બે વર્ષના કરાર પર પંજાબ કિંગ્સના મુખ્ય કોચ તરીકે જોડાયા છે. પરંતુ ત્યાં તેમના સમયગાળા દરમિયાન, તે ફ્રેન્ચાઇઝી માટે યોગ્ય પરિણામો આપવામાં નિષ્ફળ ગયો અને ટીમ પોઈન્ટ ટેબલમાં 8મું (2023) અને 9મું (2024) સ્થાન મેળવ્યું હતું.
IPL 2025 પહેલા પંજાબ કિંગ્સ માટે નવા હેડ કોચના સમાચાર છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છે, કારણ કે અગાઉ અહેવાલ હતા કે પંજાબ કિંગ્સ બેલિસનો કાર્યકાળ વધારવાના મૂડમાં નથી અને કોઈ ભારતીય ખેલાડીને હેડ કોચ તરીકે નિમણૂક કરવા માંગે છે.