- સેમિફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી
- ભારતે 10 વિકેટથી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી
- આ મેચમાં સ્મૃતિ મંધાનાએ અણનમ 55 રનની ઈનિંગ રમી
આજે મહિલા એશિયા કપની સેમિફાઇનલ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટથી જીત મેળવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ સ્કોર માત્ર 11 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો.
11 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો
81 રનના સ્કોરનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. શેફાલી અને સ્મૃતિ મંધાનાએ માત્ર 11 ઓવરમાં આ સ્કોર હાંસલ કર્યો હતો. શેફાલી વર્માએ 28 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ સિવાય સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં 55 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા.
બાંગ્લાદેશનું બેટિંગ પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની મહિલા ટીમ માટે આ એક દુઃસ્વપ્ન સમાન હતું. અડધી ટીમ 35 રનમાં જ પેવેલિયન પરત ફરી હતી. નિગાર સિવાય બાંગ્લાદેશનો કોઈ પણ બેટ્સમેન કંઈ ખાસ કરી શકી ન હતી અને આખી ટીમ 83 રન સુધી જ સિમિત રહી ગઈ હતી.બાંગ્લાદેશ તરફથી નિગાર સુલ્તાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 51 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે બે ફોર ફટકારી હતી.
ભારતીય બોલરોનું પ્રદર્શન
ટીમ ઈન્ડિયા માટે રેણુકાએ 4 ઓવરમાં 2.5ની ઈકોનોમી સાથે 10 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે તેણે T20 ઈન્ટરનેશનલમાં 50 વિકેટ પણ પૂરી કરી લીધી છે. તેના સિવાય રાધા યાદવે 14 રનમાં 3 વિકેટ લીધી હતી.